fbpx
ગુજરાત

ઉનાળાની શરૂઆત ટૂંક સમયમાં આ મહિને જ શરૂ થશે, તૈયાર રહેજો ફરી કાળઝાળ ગરમી સહન કરવા

ઉનાળાને લઈને હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે. કે, આ વખતે ઉનાળામાં ગરમીનો અહેસાસ માર્ચ મહિનાથી જ થઈ શકે છે. શિયાળાની ઠંડીનો અહેસાસ ફેબ્રુઆરીમાં થઈ ચૂક્યો છે ત્યારે આ વખતે ગરમી માટે પણ તૈયાર થઈ જાઆે કેમ કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી સમયમાં ગરમીનો પારો પણ ઉંચકાઈ શકે છે. 

ગુજરાતમાં આ વખતે ઉનાળાે આકરો રહેશે. ગરમી આ વખતે વધુ પડી શકે છે. માર્ચ મહિનાની અંદર તેનો અહેસાસ ધીમે ધીમે થોડા દિવસોમાં જોવા મળી શકે છે.  એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો વઘુ ઉંચકાશે એટલે કે, કાળઝાળ ગરમીની શરૂઆત થશે. માર્ચ મહિનાની શરૂઆતમાં અત્યારે વહેલી સવારે ઠંડી તાે બપોરના સમયે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આ ગરમી અત્યારે અનુભવાઈ રહી છે તો મો રાત્રે ઠંડી સામાન્ય થોડો સમય માટે જોવા મળતી હતી.

મે મહિનામાં આકરી ગરમીનો અહેસાસ થશે. બેવડી ઋતુરનાે અનુભવ પણ રહેશે. મેક્સિમમ, મિનિમમ ટેમ્પરેચરમાં અત્યારના સંજોગોમાં એટલો વધારો જોવા નહીં મળે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  ઘણા લોકો અત્યારથી જ એસી. પંખા ચાલુ કરી દીધા છે કેમ કે, રાત્રે થોડો સમય ગરમીનો અહેસાસ પણ થઈ રહયો છે. 

Follow Me:

Related Posts