આજકાલ દેશ સહિત ગુજરાતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સના રવાડે ચઢાવવા માટે લોકો ડ્રગ્સનું દુષણ ફેલાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્યાંકને ક્યાંક પોલીસની ટીમને ડ્રગ્સનો જથ્થો મળી આવે છે ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝામાંથી ઝડપાયેલા રૂ. ૩૦.૬૫ લાખના એમ.ડી.ડ્રગ્સ પ્રકરણમાં બાડમેર જિલ્લાના ચોહટન તાલુકાના રણ વિસ્તારમાંમાંથી પકડાયેલા બંને ભાઈઓને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં હતા. જ્યા પોલીસની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ બાડમેરના બે શખ્સ વેંચવા આપતા હોવાની કબૂલાત તેઓએ કરી હતી. જેથી પોલીસે તે શખ્સોને દબોચી લેવા કવાયત હાથ ધરી છે. આ એમ.ડી ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા બંને ભાઈઓ વિરૂદ્ધ પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડનગર પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ રૂ ૩૦.૬૫ લાખના એમ.ડી ડ્રગ્સ પ્રકરણમાં પકડાયેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોહટનના સોડિયા ગામના ગોદારા સતારામ ખેતારામ અને ગોદારામ ગમડારામ ખેતારામને ૧૪ દિવસના રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કર્યા હતા. જેથી કોર્ટે બંને શખ્સઓને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. આ દરમિયાન પોલીસ પૂછપરછમાં સતારામ અને ગમડારામે આ ડ્રગ્સનો જથ્થો બાડમેરના બે શખ્સો પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તે બંને સપ્લાયરોને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
ઊંઝામાં ડ્રગ્સ સાથે ઝડપાયેલ બે આરોપીઓના ૫ાંચ દિવસના રિમાન્ડ

Recent Comments