બોલિવૂડ

એક્ટ્રેસ એવલિન શર્મા લગ્નના બે મહિના બાદ પ્રેગ્નન્ટ, બેબી બમ્પની તસવીર શૅર કરી

રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણની ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’ ફૅમ એક્ટ્રેસ એવલિન શર્માએ ૧૫ મે, ૨૦૨૧ના રોજ ઓસ્ટ્રેલિયામાં રહેતા ઇન્ડિયન ડેન્ટલ સર્જન તુશાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા. બે મહિના બાદ એવલિને ફર્સ્ટ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. એક્ટ્રેસનો ૧૨ જુલાઈના રોજ જન્મદિવસ છે.
એવલિને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તસવીરમાં એવલિનનો બેબી બમ્પ દેખાય છે. બેબી બમ્પ પર હાથ મૂકીને એક્ટ્રેસે કહ્યું હતું, ‘તને હાથમાં પકડવા ઉત્સુક છું.’

પ્રેગ્નન્સી કન્ફર્મ કરતાં એવિલને બોમ્બે ટાઇમ્સ સાથએની વાતચીતમાં કહ્યું હતું, ‘અમે ઘણાં જ ખુશ છીએ. બર્થડે પર મારા માટે આનાથી બેસ્ટ ગિફ્ટ બીજી કોઈ જ નથી. અમે ભવિષ્યની દરેક ક્ષણ માટે તૈયાર છીએ. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે જ્યારે પણ બોર્ડર ખુલી જાય ત્યારે અમે વિશ્વભરમાં રહેતા અમારા સંબંધીઓ તથા પરિવારને અમારા લિટલ વન સાથે મળીએ. હું ઓસ્ટ્રેલિયામાં જ બાળકને જન્મ આપીશ.’

એક્ટ્રેસે કહ્યું, ‘મને લાગે છે કે તમને જેમાંથી આનંદ મળે તે કામ તમારે કરવું જાેઈએ. ખુશી એક સ્ટેટ ઓફ માઇન્ડ છે. આ એ બાબત છે, જેનો ર્નિણય તમે રોજ કરો છો. દરેક ક્ષણ અમૂલ્યા છે તો કિંમતી દિવસોને બરબાદ કરવા જાેઈએ નહીં.’

બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માએ ડૉ. તુશાન ભીંડી સાથે ૧૫મી મેના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાં ચર્ચ વેડિંગ કર્યાં હતાં. એવલિને ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયન બેઝ્‌ડ ડેન્ટલ સર્જન ડૉ. તુશાન ભીંડી સાથે સગાઈ કરી હતી. કોવિડ ૧૯ને કારણે એવલિન તથા તુશાનના લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં. કમનસીબે આ લગ્નમાં એવલિનની માતા જ હાજર રહી શકી નહોતી.

Related Posts