અમરેલી

એક ખ્વાહિશ ફાઉન્ડેશન તથા હેલ્થ કેર ક્લીનીક, ઈન્ડિયન રેડ ક્રોસ સાવરકુંડલા દ્વારા આયોજિત મેગા રક્તદાન કેમ્પ યોજાયો

સાવરકુંડલા શહેરમાં આજરોજ મણીનગર વિસ્તારમાં સાવરકુંડલા શહેરનાં એક ખ્વાહિશ ફાઉન્ડેશન તથા હેલ્થ કેર ક્લીનીક, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે અનેક રક્તદાતાઓએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો. સાવરકુંડલા શહેરનાં ખૂબ જ કૂનેહ અને સફળતાપૂર્વક જેણે ગત ટર્મમાં સાવરકુંડલા નગરપાલિકાનાં  કાઉન્સિલર તરીકે અને  અઢી વર્ષ સુધી નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે ખૂબ જ સફળતાપૂર્વક સુકાન સંભાળ્યું હતું વળી તેઓ સતત ત્રણ ટર્મથી એટલે કે છેલ્લા પંદર વર્ષથી સાવરકુંડલા નગરપાલિકાનાં કાઉન્સિલર તરીકે પણ સેવા આપે છે..અને સાવરકુંડલા શહેરનાં એક સંન્માનનીય પત્રકાર પણ છે. તેમણે પણ આ રક્તદાન શિબિરને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.. *આમ તો આ રક્તદાન કેમ્પનાં પ્રેરણાસ્ત્રોત તરીકે વહીદાબેન ગફારભાઈ કુરેશી છે કે જેણે પોતાના વહાલસોયા પુત્રને કીડનીનું દાન આપી નવજીવન આપેલ.* તેમનાં આ કીડનીદાનનાં મહાસંન્માન રૂપે જ આ રક્તદાન કેમ્પ એક ખ્વાહિશ ફાઉન્ડેશન તથા હેલ્થ કેર ક્લીનીક અને રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાનાં ઉપક્રમે જ આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. *આ તકે ડો. સફી કુરેશી,(હેલ્થ કેર ક્લીનીક) ડો. નગમા બેલીમ, (હેલ્થ કેર ક્લીનીક), નાસીરભાઈ ચૌહાણ (સાવરકુંડલા કાઉન્સિલર અને પત્રકાર ), તથા મેહૂલભાઈ વ્યાસ (ગજાનન લેબોરેટરી) દ્વારા આયોજિત આ રક્તદાન મેગાકેમ્પને ભારે સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અને બહોળા પ્રમાણમાં રક્ત એકત્ર કરાયું હતું..રક્તદાતાઓએ આકર્ષક ભેટ પણ આપવામા આવી હતી આ રક્તદાન કેમ્પની સાવરકુંડલા શહેરનાં પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

બિપીન પાંધી

Related Posts