એક જ ઓવરમાં પાંચ સિક્સ ફટકારનારો તેવટિયા પ્રેમમાં ક્લીન બોલ્ડ
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે આઈપીએલ ૨૦૨૦ના સ્ટાર ખેલાડી રહેલા રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ સગાઈ કરી લીધી છે. તેવટિયા સાથે નીતિશ રાણા અને જયંત યાદવે ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીરો શેર કરી છે.
આઈપીએલ ૨૦૨૦માં પોતાની તોફાની બેટિંગના કારણે ચર્ચામાં રહેનારા હરિયાણાના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ નવી ઈનિંગ્સની શરૂઆત કરી છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમનારા તેવટિયાએ ત્રણ ફેબ્રુઆરીએ સગાઈ કરી લીધી છે. ૨૭ વર્ષીય ખેલાડીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર સગાઈની તસવીરો શેર કરીને જાણકારી આપી. તેણે પોતાના ગૃહનગરમાં ફિયાન્સી રિધિને સગાઈની અંગુઠી પહેરાવી. આ દરમિયાન ક્રિકેટર જયંત યાદવ અને નીતિશ રાણા પણ હાજર રહ્યા.
તેવટિયાએ ૨૦૨૦માં યૂએઈમાં રમાયેલ આઈપીએલની ૧૩મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સને તોફાની બેટિંગની મદદથી જીત અપાવી હતી. રાહુલે કિંગ્સ ઈલેવન પંજાબ સામે એક મેચમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે શરૂઆત અત્યંત ધીમે કરી પરંતુ તેના પછી તેણે જબરદસ્ત રમત બતાવી. વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં પાંચ સિક્સ ફટકારીને મેચનું પાસું બદલી નાંખ્યું હતું. અને પોતાની ટીમને જીત અપાવી હતી. આ મેચમાં તેવટિયાએ પાંચ સિક્સની મદદથી ૩૧ ઓવરમાં ૫૩ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.
Recent Comments