fbpx
રાષ્ટ્રીય

એક દિવસના વિરામ બાદ પેટ્રોલમાં ૨૬ અને ડિઝલમાં ૭ પૈસાનો વધારો

એક દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૨૪ જૂને પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધારી દીધા છે. સતત થઈ રહેલા ભાવવધારા બાદ ઈંધણની કિંમતો ઓલટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમત આજે ૨૬ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૭ પૈસા પ્રતિ લીટર વધી છે. આ વધારા બાદ દેશની રાજધાનીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૭.૭૬ રૂપિયા અને ડીઝલ ૮૮.૩૦ રૂપિયા પ્રતિ લીટર પર છે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં પણ ઉછાળો જાેવા મળી રહ્યો છે. ગત એક મહિનામાં ક્રૂડ ઓઇલનો ભાવ લગભગ ૧૨ ટકા સુધી વધી ગયો છે. ૪ મે બાદથી સતત થઈ રહેલા ભાવ વધારા બાદ પેટ્રોલ ૭.૩૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭.૫૭ રૂપિયા પ્રતિ લીટર મોંઘા થઈ ચૂક્યા છે. આંતરાષ્ટ્રીય માર્કેટમાં થતાં કાચા તેલના ભાવ વધારાનો બોઝ સીધો જનતા ઉપર જ નાંખવામાં આવી રહ્યો છે. જ્યારે આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થાય છે, ત્યારે સરકાર પોતાની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરીને તેનો ફાયદો લઈ જાય છે.

કોરોનાકાળ દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સથી કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. મોંઘવારી વચ્ચે જનતાને રાહત આપવાની જગ્યાએ પોતાની તિજાેરી જ ભરવામાં સરકાર વ્યસ્ત છે. અચ્છે દિનના વાયદાઓ આપીને લોકોને કંગાળ કરી નાંખવામાં આવ્યા છે.

આ ઉપરાંત, દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયું છે. જૈસલમેર, શ્રીગંગાનગર, હૈદરાબાદ, બંસવાડા, ઇન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કકિનાડા, ચિકમંગલુર, શિવમોગ્ગા, મુંબઈ, રત્નાગિરી, ઔરંગાબાદ અને લેહ પણ સામેલ છે.

Follow Me:

Related Posts