ભાવનગર

એક દીવસમા ભાવનગર મા ૩૫૮ કિલોમીટર કાપી ૧૭૫ દર્દીઓનુ નિદાન કરતી સુરતની સેવાકીય ટીમ


સેવા સાથી મહેશભાઇ સવાણી અને સૌરાષ્ટ પટેલ સેવા સમાજ કાનજીભાઇ ભાલાળા ના નેત્રુત્વ મા  સુરતથી સૌરાષ્ટ  વતન ને વ્હારે આવેલ ટીમ નુ સેવાકાર્યનો ગામડાઓમા ખુબજ સારો પ્રતીસાદ મળી રહ્યો છે . જેમા આજ રોજ ભાવનગર ની ટીમ દ્વારા સુરત થી આવેલ ડોકટરો ની બે ટીમ   પાડી વિભાજન કરી વધુમા વધુ દર્દીઓને તપાસ થાય તેવુ આયોજન કરવામા આવ્યુ.જેમા ભાવનગર નુ સંકલન કરતા રોનક પટેલ દ્વારા જણાવેલ કે એક ટીમ ને પાલીતાણા થી તળાજા આયુર્વેદ હોસ્પિટલ ખાતે પુજ્ય મોરારી બાપુ દ્વારા ૨૫ લાખ રુપીયા નુ અનુદાન આપી શરુ કરાયેલ સેન્ટર ની મુલાકાત લીધેલ . ત્યાનુ સંચાલન સાહીત્યકાર માયાભાઇ દ્વારા જણાવેલ કે અહી આસપાસના તમામ ગ્રામ્યજનો માટે તમામ દવા , જમવા પ્રકારની નિશુલ્ક   સેવા પુરી પડાઇ રહી છે. સુરતથી પધારેલ ડોકટરની એક ટીમ મા ડો. સંજય ચૌહાણ અને ડો. હીરલ ચૌહાણ દ્વારાવઆયુર્વેદ હોસ્પિટલ ના ડો. મહેન્દ્રસીંહ સરવૈયા સાથે સંકલન કરી ૧૬ દર્દીનુ નિદાન કરવામા આવ્યુ.ત્યારબાદ  સુરતની  ડોકટર ની ટીમ સાથે ના કલસાર ખાતે આવેલ સદભાવના ટ્રસ્ટ હોસિપટલ મા શરુ કરાયેલ કોવીડ વિભાગની મુલાકાત લઇ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. પ્રવિણભાઇ બલદાણીયા  અને ડો. રામભાઇ ચોપડા દ્વારા સહયોગ મળ્યો.
 જેમા સુરત ના પી.પી.સવાણી હોસ્પિટલના ડો. સંજય ચૌહાણ અને હીરલ ચૌહાણ અને સેવા સાથી ટીમ અને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ના રોનક પટેલ અને ધ્રુવ કસવાલા દર્દીઓની નિદાન મા જોડાયા  હતા. અને અહી ટોટલ – ૯૪  પોઝીટીવ દર્દીની તપાસ કરી હતી.જેમા  સમયસર મ્યુકર માઇસીસ નિ નિદાન કરી ૩ દર્દીઓને રાજકોટ મોકલી સફળ ઓપરેશન પાર પાડ્યુ. અને
 ત્યારબાદ કલસાર થી નારી જવા ટીમ રવાના થઇ.નારી ખાતે સુરતની સોસીયલ આર્મી અને સરદાર પટેલ સેવા ગ્રુપ દ્વારા સંચાલીત આઇસોલેશન સેન્ટરમા ૮ દર્દીઓને નિદાન કરેલ.અને તેવીજરીતે બીજી ટીમમા રહેલ ડો. રાજ નાડા,  ડો.દેવરાજભાઇ શાહ અને સુરત ના કોર્પોરેટર મહેશ અણઘણ , સામાજીક અગ્રણી હીરેન ખેની દ્વારા પાલીતાણા શહેરમા સેલ્ફ વેલ્ફેર ગ્રુપ દ્વારા ચાલી રહેલ  આઇસોલેશન સેન્ટર મા ભગીરથ સિંહ સરવૈયા સાથે ૧૦ દર્દીનુ નિદાન કરવામા આવ્યુ. 


 ત્યારબાદ માનવતા સેવાભાવી ટ્રસ્ટ દ્વારા  પાણીયારી ગામે ચાલી રહેલ આઇસોલેશન સેન્ટર મુલાકાત લીધી. સંચાલક હરેશભાઇ કામળીયા દ્વારા આ તમામ દર્દીઓને નિશુલ્કમા રહેવા , જમવા અને દવાની સેવા પુરી પાડવામા આવી રહ્યુ છે. જેમા અલ્લાહુદીન મલીક  દ્વારા તમામ દર્દીઓ માટે પ્રાણવાયુ પુરો પાડી રહ્યા છે  અહી ૩૪  દર્દીઓની તપાસ કરવામા આવી અને તમામ દર્દીઓને અને સગાઓને પોઝીટીવ હુંફ આપી હતી. 


ત્યારપછી  ઘેટી મુકામે કપીલભાઇ લાઠીયા દ્વારા સંચાલીત સેન્ટર પર ૧૩ આઇસોલેટ થયેલા દર્દીઓની તપાસ કરવામા આવી.અને ત્યારપછી ગારીયાધાર મુકાને એમ.ડી.પટેલ સ્કુલમા ચાલી રહેલ આઇસોલેશન સેન્ટરમા દાખલ ૨૮ દર્દીઓને નિદાન કરવામા આવ્યુ અને ત્યારબાદ ટીમ પાલિતાણા  આવવા રવાના થયેલ. સુરત થી વતન ને વ્હારે આવેલ ટીમ દ્વારા ડોકટરો અને સેવાકીય યુવાનોના સહયોગથી બંને ટીમ મળીને ૩૫૭ કીલિમીટર કાપી ૧૭૫ દર્દીઓને નિદાન કરવામા આવ્યુ .સેવાસાથી ટીમ અને સુદામા ચેરીટબલ ની ત્રીજી ટીમ પાલિતાણા ના આજુબાજુના ગામમા લોકજાગ્રુતી માટે વાર્તાલાપ કરી લોકોને કેવીરીતે જાગ્રુત કરવા અને વહેલી ડર દુર કરી આ મહામારી પુરી થાય તે બાબતે ચર્ચા કરેલ. જેમા ટીમ કેપ્ટન ક્રુણાલ રામાણી , મયુર જસાણી , શૈલેષ સવાણી , નિકુંજ વાઘાણી , જીગર કરમુર રોહન દોંગા દ્વારા ગામેગામ લોકોને કોરોના મહામારી સામે લડવા માહીતગાર કરેલ

Related Posts