fbpx
અમરેલી

એક વાત પણ સ્પષ્ટ થઈ કે ડીઝીટલ યુગમાં ડીઝીટલ મિડિયા પણ સમાચારોના કવરેજ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. “મા” ની પૂણ્યતિથિ અને પુત્રના જન્મ દિવસની ઉજવણી 

અમેરીકા સ્થિત,મૂળ સાવરકુંડલા ના શરદકુમાર તાપીદાસ પારેખ કે.ડી ન્યૂઝ અને આપડું કુંડલા દ્વારા સાવરકુંડલા તાલુકાની ગતિવિધિઓ તથા નવાજુનીના સંપર્કમાં રહેલાં છે, છેલ્લા કેટલાય સમયથી તેઓ બંને પ્રકાશનો નિયમિત જુએ છે, સ્વર્ગસ્થ શ્રી લલ્લુભાઈ શેઠ દ્વારા સ્થપાયેલ નૂતન કેળવણી મંડળ સાવરકુંડલાની અનેક સંસ્થાઓથી તેઓ માહિતગાર છે.

તેમના ધર્મપત્નિ સ્વ. ચારુલતા બેન (બંધુ,પતુભાઇ કાણકીયાના બહેન)ની ૯  મી પૂણ્યતિથિ નિમિત્તે તથા પુત્ર ભાઇ મિલનભાઇના જન્મ દિવસ નિમિત્તે આશ્રમશાળા કે જ્યાં દરિયાકાંઠાના છેવાડાના ગામોના બાળકોના ભણતર, ગણતર અને સંસ્કારનું ઘડતર છેક ૧૯૯૨ થી સંસ્થા કરી રહી છે  તેવા બાળકોને મિષ્ટ ભોજન : મોહનથાળ ,રોટલી, સેવ-ગાઠીયા,દાળભાત, શાક,  છાશનું ભોજન જમાડી રહ્યા છે.નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ કે.ડી.ન્યુઝ તથા આપડુ કુંડલા હંમેશા હજારો લોકો સુધી સંસ્થાઓની માહિતી પહોંચાડવાની ઉમદા કામગીરી કરી રહ્યાં છે,તેમની સેવા ભાવનાની નોંધ લ્યે છે તથા ધન્યવાદ પાઠવે છે .

Follow Me:

Related Posts