રાષ્ટ્રીય

એક સિનિયર પત્રકાર જેમની અંતિમવિધિ માટે તેમના કોઈ સગાની ભાળ મળતી નથી. છે ને કરુણતા..!

વ્હોરા બિરાદર સૈફી રંગવાલાનાં રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ પોલીસ તેમનાં પત્નીને શોધી રહી છે. ડોંગરી પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેકટર દ્વારા જણાવ્યા મુજબ, સૈફી રંગવાલા નિશાન વાડામાં ૨૦ વર્ષોથી ભાડે રહેતા હતા, થોડા દિવસ પહેલા પોલીસ ઉપર ફોન આવ્યો કે તેમની બાજુના મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે. પોલીસે પહોંચીને મકાનમાં તપાસ કરતાં સૈફિભાઇનો મૃતદેહ ટૂંટિયુંવાળીને જમીન ઉપર બેઠેલી હાલતમાં હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ રિપોર્ટ આવ્યો કે, સિવિયર હાર્ટ એટેકથી મોત થયું છે.

ત્યારબાદ પોલીસે તેમનાં ભાઈનો કોન્ટેક્ટ કર્યો તેઓ જે અખબારમાં કામ કરતા ત્યાંનાં કર્મચારીઓને પૂછ્યું પરંતુ હજી સુધી તેમની પત્ની વિશે જાણવા મળ્યું નથી તેમનો મૃતદેહ કોલ્ડ રૂમમાં રાખેલ છે. કુદરતની લીલા કેવી ન્યારી છે કે, જે પત્રકાર પોતાની ફરજના ભાગરૂપે કોઈપણ બનાવના અંતિમ સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરતો હોય છે. ત્યારે સૈફી રંગવાળા મૃત્યુ બાદ પોતાના અંતિમ સંસ્કારની રાહમાં છે.

રહસ્યમય બાબત એ છે કે, તેમનો મોબાઈલ ઘરમાં મળી આવેલ નથી! પોલીસ હવે તેમના મોબાઈલ નંબર ઉપરથી કોલ ડીટેઇલસ મેળવી છેલ્લે કોની સાથે વાત થઈ હતી તેનાં આધારે તેમનાં પત્ની સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. બીજું કે તેમના સગ્ગા ભાઈ અમદાવાદમાં ડોકટર છે પરંતું ઘણાં વર્ષોથી તેમની સાથે સંબંધ નથી. એટલે તેમને કાંઈ ખબર નથી. પોલીસ તેમનાં અખબારી કાર્યાલયમાં કર્મચારીઓને પૂછપરછ કરી રહી છે પરંતુ હજી સુધી તેમના પત્નીની કોઈ 

ભાળ મળી નથી. મુંબઈ વ્હોરા સમાજના લોકો પણ સૈફી રંગવાલાનાં પરિવારજનોની ભાળ મેળવવા પ્રયત્નો  કરી રહ્યા છે. પરંતુ હજી સુધી સફળતા મળી નથી.

Related Posts