રાષ્ટ્રીય

એનડીએની બનશે કેન્દ્રમાં સરકારબિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ એનડીએને પોતાનું સમર્થન જાહેર કર્યું

૧૮ મી લોકસભા ચુંટણીના પરિણામો આવી ગયા છે, ત્યાર બાદ બુધવારે નવી દિલ્હી ના ૭ લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાએલી એનડીએ ની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ એનડીએને પોતાના સમર્થન પત્ર આપી દીધો છે. તેમનું સમર્થન મળતા અત્યારે જેડીયુને ૧૨ અને ટીડીપીને ૧૬ બેઠકો મળીને એનડીએ પાસે ૩૨૦ બેઠકો થઈ ગઈ છે. નોંધનીય છે કે, એનડીએમાં અપક્ષ સાંસદો પણ જોડાઈ શકે તેવી સંભાવનાઓ વતર્તાઈ રહી છે. જેથી અત્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થન સાથેની સરકાર બનાવશે.

લોકસભા ચુંટણીનું જે પરિમામ જાહેર થયું તેમાં કોઈ પણ પાર્ટીને સ્પસ્ટ બહુમતી નથી. વિગતે વાત કરવામાં આવે તો એનડીએ ગઠબંધનને ૨૯૨ બેઠકો મળી છે. તો સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધનને ૨૩૫ બેઠકો મળી છે. આવી સ્થિતિમાં અત્યારે દરેકની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ પર ટકેલી છે. કારણ કે, તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્‌યા છે અને સારી એવી બેઠકો પર જીત મેળવી છે. જેડીયુને ૧૨ અને ટીડીપીને ૧૬ બેઠકો મળી છે. મળીને કુલ ૨૮ બેઠકો છે, જે વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સાથે સરકાર બનાવશે. નોંધનીય છે કે, આ પહેલા ૧૭ મી લોકસભા ચૂંટણીમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી હતી, જો કે, ૧૮ મી લોકસભા એટલે કે, ૨૦૨૪ ની ચૂંટણીમાં માત્ર ૨૪૦ બેઠકો જ મળી છે.

Related Posts