રાષ્ટ્રીય

એરલાઈનમાં મહિલાઓ બ્રા અને અંડરવિયરમાં ઈન્ટરવ્યૂ!.. શરીર પર કોઈ ડાઘ દેખાતા રિજેક્ટ!.

કુવૈતની એક એરલાઈનમાં ભરતી પ્રક્રિયાને લઈને અમુક ચોંકાવનારા દાવા કર્યા છે. કહેવાય છે કે, એરલાઈનના ઈન્ટરવ્યૂમાં એર હોસ્ટેસની નોકરી માટે અરજી કરનારી યુવતીઓને પોતાના કપડા ઉતારવા માટે મજબૂર કરી અને તેમની સાથે કુત્તરા જેવો વ્યવહાર ક્રયો હતો. મેડ્રિડના એરપોર્ટ નજીક મેલિયા બારાજસ હોટલમાં કુવૈત એરવેઝ માટે ઈન્ટરવ્યૂ દરમિયાન મહિલા અરજીકર્તાઓને બ્રા અને અંડરવિયરમાં આવવા માટે કહેવાયું હતું. સ્પેનિશ મીડિયામાં જણાવ્યા અનુસાર, એરલાઈન ભરતી એજન્સી સ્ીષ્ઠષ્ઠંૈએ અમુક લોકોએ કુત્તરાની માફક તેમના દાંત પણ ચેક કર્યા હતા. ડેલીસ્ટારના સમાચાર અનુસાર, ૨૩ વર્ષની મહિલા અરજીકર્તા મારિયાનાએ દાવો કર્યો છે કે, ઈન્ટરવ્યૂમાં એક મહિલા નોટપેડ પર નોટ્‌સ લઈ રહી હતી.

તેણે અંડરવિયરમાં તેનું ઈંસ્પેક્શન કર્યું. ઈંસ્પેક્શન બાદ એ લોકોને તાત્કાલિક રિજેક્ટ કરી દેવામાં આવ્યું જેમનું વજન વધારે હતું. જેમણે ચશ્મા પહેર્યા અથવા જેમના શરીર પર નિશાન દેખાતા હતા. એક મહિલાએ કહ્યું કે, તેમને ભરતી નહીં કરવામાં આવે, જેમના શરીર પર કોઈ નિશાન છે. મારિયાનાએ કહ્યું કે, એક છોકરી જે સાત ભાષા બોલી શકે છે, તેને એટલા માટે રિજેક્ટ કરી દેવામાં આવી કેમ કે, તેની આંખોના ભાગ એક નાનું એવું નિશાન હતું. તેણે કહ્યું કે, તેનાથી કોઈ ફરક પડતો નથી કે, તેને સાત ભાષાઓ આવડે છે. ઈન્ટરવ્યૂમાં સામેલ થયેલી ૨૩ વર્ષની બિયાંકાએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેની આગળની મહિલા ઈન્ટરવ્યૂ બાદ રડતા રડતા બહાર નીકળી ગઈ હતી.

જ્યારે તેનો વારો આવ્યો તો, તેને ડ્રેસ ઉપર ઉઠાવવા માટે કહ્યું હતું, પણ ઈન્ટરવ્યૂ લેનારા હજૂ પણ વધારે જાેવા માગતા હતા. કેમ કે મહિલાઓને બ્રા અને અંડરવિયરમાં આવવાનું હતું. તેણે કહ્યું કે, એક મહિલા મને મોં ખોલવા માટે કહ્યું અને જાેવા લાગી, જેમ કે હું કોઈ કુત્તરો હોઉ. તેણે મારા દાંત જાેવા માટે મારા મોંની નજીક આવી. મને ખૂબ જ વાંધાજનક લાગ્યું. તેણે કહ્યું કે, આ દરમિયાન હું જાણે કોઈ પ્રાણી સંગ્રહાલયના જાનવર જેવું ફીલ કરી રહી હતી. રિપોર્ટ અનુસાર, ત્રીજી મહિલા ૧૯ વર્ષની મારિયાએ જણાવ્યું છે કે, અમુક અરજીકર્તાને ઓછુ ખાવાની અને વજન કંટ્રોલમાં રાખવાની સલાહ આપવામાં આવી છે. સ્પેનિશ મીડિયામાં છપાયેલા આરોપ પર હાલમાં કુવૈત એરવેઝ અથવા સ્ીષ્ઠષ્ઠંૈએ કોઈ ટિપ્પણી કરી નથી.

Related Posts