fbpx
રાષ્ટ્રીય

એર ઈન્ડિયા દ્વારા દરેક રાજ્યની ગાઈડલાઈન જાહેર કરી

એર ઈન્ડિયાએ તાજેતરમાં જ કોરોનાને અનુલક્ષીને ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે રાજ્ય પ્રમાણેની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આંદામાન ઃ મુસાફરીના ૪૮ કલાક પહેલાં ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો. તમામ મુસાફરોએ રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કરાવવો જરૂરી. આંદામાનમાં આવનારા તમામ મુસાફરો માટે ૭ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે. ગોવા ઃ ગોવામાં મુસાફરી કરી રહેલા પેસેન્જરે કોવિડ-૧૯ની રસીના બન્ને ડોઝ લીધા હોય, કોઈ લક્ષણ દેખાતાં ન હોય તો તેમને માટે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો જરૂરી નથી. જાેકે ૨ વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિએ ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ રિપોર્ટ લઈ જવો જરૂરી છે. પેસેન્જર તેની મુસાફરીના ૧૪ દિવસ પહેલાં ફુલ્લી વેક્સિનેટેડ હોવો જાેઈએ. આંધ્રપ્રદેશ ઃ કોરાનાનાં કોઈપણ લક્ષણ ન દેખાતાં હોય તેવા પેસેન્જરે પણ અહીં ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે. આસામ ઃ એરપોર્ટ પર ઊતર્યા પછી રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. જાે આ ટેસ્ટમાં પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેણે ૧૪ દિવસ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે. પેસેન્જરે પોતાની સાથે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ રિપોર્ટ લાવવો ફરજિયાત છે અને સાત દિવસનું હોમ ક્વોરન્ટીન જરૂરી છે. બિહાર ઃ પટના અને અન્ય એરપોર્ટ પર આવતા ડોમેસ્ટિક પેસેન્જરે ઇ્‌-ઁઝ્રઇ કરાવવાની જરૂર નથી.

જાેકે તમામ પેસેન્જર્સનો કોવિડ-૧૯નો ટેસ્ટ કરવામાં આવશે અને જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને હોમ ક્વોરન્ટીન રહેવાનું કહેવામાં આવશે. દિલ્હી ઃ એરપોર્ટ પર ઊતર્યા પછી તમામ પેસેન્જરનું થર્મલી સ્ક્રીનિંગ થશે અને લક્ષણો ધરાવતા પેસેન્જર્સે ૧૪ દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. રસીના બંને ડોઝ લઈ ચૂકેલા કોઈ લક્ષણ ન ધરાવતા તમામ પેસેન્જરે ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ કરાવવો જરૂરી નથી. કેરળ ઃ કેરળમાં આવી રહેલા પેસેન્જરે મુસાફરીના ૭૨ કલાક પહેલાં ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ગુજરાત ઃ ગુજરાતમાં આવવા પર ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટની જરૂર નથી. જાેકે જે પેસેન્જર સુરત જઈ રહ્યા છે તેમણે જીસ્ઝ્ર કોવિડ-૧૯ ટ્રેકર પ્લે સ્ટોરમાંથી ઈન્સ્ટોલ કરવું જરૂરી છે. ઉત્તરાખંડ ઃ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાંથી અહીં આવી રહેલા પેસેન્જરનો કોવિડ-૧૯ ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવશે. જે પેસેન્જરનો ઇ્‌-ઁઝ્રઇ/એન્ટિજન્ટનો રિપોર્ટ નેગેટિવ હશે તેને ક્વોરન્ટીનમાંથી મુક્તિ આપવામાં આવશે. જાેકે રસીના બંને ડોઝ લીધા હોય તેવા પેસેન્જરે નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ લાવવા જરૂરી નથી. રાજસ્થાન ઃ જે પેસેન્જરે કોવિડની રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તેમણે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ રિપોર્ટ લાવવાની કે ક્વોરન્ટીન થવાની જરૂર નથી. જે પેસેન્જરે રસી લીધી નથી તેવા પેસેન્જરે ઉડાનના ૭૨ કલાકથી જૂનો ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ રિપોર્ટ ન લાવવો. જમ્મુ-કાશ્મીર ઃ જમ્મુ-કાશ્મીરમાં આવતા તમામ પેસેન્જર્સ માટે કોવિડ-૧૯ એન્ટિજન્ટ ટેસ્ટ ફરજિયાત છે.

જે પેસેન્જર કોન્ટેક્ટેબલ ફોન નંબર કે આરોગ્ય સેતુ એપ ન ધરાવતા હોય તેમના માટે ઈન્સ્ટિટ્યૂશન ક્વોરન્ટીન ફરજિયાત છે. તામિલનાડુ ઃ લક્ષણ ધરાવતા હોય તેવા પેસેન્જરે એરપોર્ટ પર ઊતર્યા પછી ટેસ્ટ કરાવવો જરૂરી છે. કોઈમ્બતોરમાં આવતા પેસેન્જર પાસે ઓટો ઈ-પાસ હોવો જરૂરી છે. તેમણે જતી વખતે પણ ૭૨ કલાકથી જૂનો ન હોય તેવો નેગેટિવ ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ લાવવો જરૂરી છે. મહારાષ્ટ્ર ઃ જે પેસેન્જર પાસે નેગેટિવ ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ નહિ હોય તે ફ્લાઈટમાં બેસી શકશે નહિ. જે પેસેન્જર ૭ દિવસ કે તેનાથી ઓછા સમય માટે ટ્રાવેલિંગ કરે છે, તેને ફરજિયાત ક્વોરન્ટીનમાંથી મુક્તિ અપાશે. કર્ણાટક ઃ કેરળ, મહારાષ્ટ્રમાંથી કર્ણાટકમાં આવતા પેસેન્જરે ૭૨ કલાકથી જૂનો ન હોય એવો ઇ્‌-ઁઝ્રઇ નેગટિવ રિપોર્ટ લાવવો જરૂરી છે. આ સિવાય જ પેસેન્જરે વેક્સિનેશનનું સ્ટેટસ પણ દર્શાવવું જરૂરી છે. હિમાચલ પ્રદેશ ઃ લક્ષણ ન ધરાવતા હોય તેવા વિવિધ રાજ્યોના પેસેન્જરને ક્વોરન્ટીનમાંથી અહીં મુક્તિ આપવામાં આવી છે. જાેકે તેમણે આ માટે મુસાફરીના ૯૬ કલાક પહેલાં થયેલો કોવિડ-૧૯નો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. જાેકે જે મુસાફરો એવી જગ્યાએથી આવી રહ્યા છે જ્યાં કોવિડ-૧૯ના કેસ ખૂબ વધુ છે, તેમના માટે ૭ દિવસનું ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન ફરજિયાત છે. પછી પણ આ મુસાફરોએ ૭ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે.

Follow Me:

Related Posts