એલસીબીએ અલગ-અલગ જગ્યાએ છાપા મારી અર્ધો ડઝન ચોરી થયેલ બાઈક ઝડપી લીધી
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે જિલ્લામાં મિલ્કત સંબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને નાગરિકોની મિલ્કત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી, આરોપીઓને પકડી પાડી, તેમની પાસેથી ચોરીનો મુદામાલ રીકવર કરી, તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘનપ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ., આર.કે. કરમટા, પો.સ.ઈ., પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમને ચોકકસ બાતમી મળેલ કે, અમરેલી જિલ્લાના શરીર સંબંધી અને મિલ્કત સંબંધી ગુનાઓ કરવાની ટેવ વાળા હિસ્ટ્રીશીટર મેહુલ ઉર્ફે દુડી મથુરભાઈ વાઘેલા નાઓએ પોતાના લોઠપુર, તા. જાફરાબાદ મુકામે આવેલ રહેણાંક મકાને ચોરી કરેલ મોટર સાયકલો રાખેલ છે. તેવી ચોકકસ હકીકત મળતા, તુર્જ જ મળેલ બાતમી વાળી જગ્યાએ છાપો મારી, હિસ્ટ્રીશીટર મેહુલ ઉર્ફે દુડીને પકડી પાડી, તેમની પાસેથી ચોરીના 3 મોટર સાયકલ પકડી પાડેલ છે. તેમજ મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો શંભુભાઈ ઉનાવા પોતાના વિજપડી મુકામે આવેલ રહેણાંક મકાને ચોરી કરેલ મોટર સાયકલો રાખેલ છે. તેવી ચોકકસ હકીકત મળતાં, તુર્જ જ મળેલ બાતમી વાળી જગ્યાએ છાપો મારી, મહેશ ઉર્ફે મયુર ઉર્ફ મયલો શંભુભાઈ ઉનાવાને પકડી પાડી, તેમની પાસેથી ચોરીનાં 3 મોટર સાયકલ પકડી પાડેલ છે.
Recent Comments