બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર એલી અવરામ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ફેન્સને પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે જાેડાયેલ અપડેટ્સ આપતી રહે છે. બોલિવૂડની સાથે એલીએ સાઉથમાં પણ પોતાની ઓળખ બનાવી છે અને સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એલી દરેક વખતે તેના પાત્ર સાથે પ્રયોગ કરવાનો પ્રયાસ કરે છે, જે તેના ચાહકોને ખૂબ ગમે છે. એલીની ફિલ્મ કોન્જુરિંગ કન્નપ્પન ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એલીએ ડાકણ બનીને બધાને ડરાવી દીધા હતા. જેનો વીડિયો તેણે હવે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને નેટફ્લિક્સ પર ફિલ્મના આગમનની જાણકારી ચાહકોને આપી છે.
એલીએ શેર કરેલા વિડિયોમાં તે ચૂડેલના ગેટઅપમાં ઊંધી ચાલતી જાેવા મળે છે. જેને જાેઈને લોકો ડરીને ભાગી રહ્યા છે. તેના મોં પર સંપૂર્ણ કાપના નિશાન છે. આ પછી, તે છત પર ઊંધી ચડતી જાેવા મળે છે. એલીને આ રૂપમાં જાેઈને લોકો ડરી ગયા છે. આ વીડિયો શેર કરતા એલીએ લખ્યું- તમારો સોમવાર કેવો છે અને મારો કેવો છે? મેં વિચાર્યું કે હું કન્જુરિંગ કન્નપ્પનમાંથી ઘોસ્ટ મેગડાલીનનો મ્જી વિડિયો શેર કરીશ. જાે તમે આ ફિલ્મ જાેઈ ન હોય તો દ્ગીંકઙ્મૈટ પર જુઓ.
ઈલીનો આ વીડિયો જાેઈને લોકો ડરી ગયા છે. તેઓ તેના વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- તમે અમને ડરાવવા માટે સાંજે આ અપલોડ કર્યું છે. રાત્રે ઊંઘ જ નથી આવતી. જ્યારે બીજાએ લખ્યું – દરેક બોસ, સોમવારે તેમની ટીમ સાથે આવું થાય છે. એકે લખ્યું – સૌથી ડરામણી ચૂડેલ વિશે વાત કરવી. કન્જ્યુરિંગ કન્નપ્પન, આ ફિલ્મ ૮મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તમિલમાં રિલીઝ થયેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં એલી સાથે રેડિન કિંગ્સલે, સતીશ, આનંદ રાજ અને જેસન શાહ મહત્વની ભૂમિકામાં જાેવા મળ્યા હતા.
Recent Comments