એક સમયનો સુપરસ્ટાર એકટર ફરદીન ખાન છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર રહ્યો છે. જાેકે, તે હવે ધમાકેદાર એન્ટ્રી માટે તૈયારી કરી રહ્યો હોય તેવું જાણવા મળે છે. અત્યારે ફરદીન ખાનના ફોટા સોશ્યલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહ્યા છે. લાંબા સમય બાદ ફરદીન મુંબઈમાં જાેવા મળ્યો હતો. ફરદીને પોતાનું વજન ઘણું ઘટાડી દીધું છે. જે જાેઈને પ્રશંસકો આશ્ચર્યચકિત થઈ ચૂક્યા છે.
સોશિયલ મીડિયામાં ફરદીન ખાનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પૈપારાજીથી ઘેરાયેલો છે. ફોટોગ્રાફર જ્યારે ફોટો પાડવા રિકવેસ્ટ કરે છે, ત્યારે તે કેવો ફોટો આવશે તેમ કહેતો નજરે પડે છે.
આ વીડિયો જાેઈને પ્રશંસકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીડિયો જાેઈને એક પ્રશંસકે લખ્યું, ‘તે પાછો આવી ગયો છે, હું તો કહીશ કે આ અદભુત ટાન્સફોર્મેશન છે.’ વધુ એક પ્રશંસકે લખ્યું, જે રીતે એક્ટરે વજન ઘટાડી બોડી બનાવી છે તે અદભુત છે.
ફરદીન ખાન બોલિવૂડમાં જલ્દી પરત ફરશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ગત વર્ષે જ ફરદીને ૧૮ કિલો વજન ઘટાડવાના સંકેતો આપ્યા હતા. તેણે કહ્યું હતું, તે ૧૮ કિલો વજન ઘટાડશે અને વજન ઘટાડવાનો સિલસિલો ચાલુ રાખશે. હું ૨૫ વર્ષનો હોઉં તેવું અનુભવવા માંગુ છું.










Recent Comments