એસ.જી.એસ.ટી.ની ટીમે મોરબી અને અમદાવાદમાં બોગસ બિલિંગ કૌભાંડ ઝડપ્યુ
એસ.જી.એસ.ટી.ની ટીમે મોરબી અને અમદાવાદમાં બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડ્યું છે. બન્ને સ્થળોએથી મળીને રૂ. ૨૨.૪૯ કરોડની ટેક્સચોરી પકડાઈ છે. કુલ ૧૩૦૫ વાહનોમાં આખા દેશમાં સિરામિક પ્રોડક્ટ મોકલવામાં આવતી હતી. અમદાવાદમાં કાચી ચિઠ્ઠીથી વેપાર થતા હતા.મોરબીની મોબાઇલ સ્ક્વોડે સામખિયાળીથી ખાતે મોરબીથી રવાના થયેલી ટ્રક રોકી વાહનોની ચકાસણી કરી હતી. જે શંકાસ્પદ જણાતા જે પેઢીએ વાહનો રવાના કર્યા હતા તે રોકવામાં આવ્યા હતા. અવિનાશભાઈ લક્ષ્મણભાઈ માકાસણા પોતાનું વાહન છોડાવવા માટે ગયા હતા. જેની પૂછપરછમાં બોગસ પેઢીનું બિલ કિશન અઘારા, ધવલ ફૂલતરિયા, ધ્રુવ વારનેશિયાના નામ ખુલ્યા હતા.
જેની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓના મોબાઈલની ફોરેન્સિક તપાસ કરતા તેમના મોબાઈલના ડેટામાંથી ગુજરાત અને ગુજરાત બહાર જે માલ મોકલવામાં આવ્યો હતો. તેની બધી વિગતો ખૂલી હતી. જેનો અભ્યાસ કરતા જણાવ મળ્યું કે, ચારેય આરોપીએ ૧૩૦૫ વાહનોમાં સિરામિક ટાઈલ્સનો માલ ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ તથા બીજા રાજ્યમાં તથા ગુજરાતમાં બિન હિસાબી રીતે મોકલ્યો છે.
ટેક્સચોરીની કિંમત રૂ.૭.૧૮ કરોડની થાય છે. જ્યારે અમદાવાદની ટેક્સચોરી પણ મોબાઈલ સ્ક્વોડના ચેકિંગ દરમિયાન પકડાઈ છે. સુરત ખાતે મોબાઈલ સ્ક્વોડની ટીમે તાનસેન પાન મસાલા અને તમાકુ ભરેલા ત્રણ વાહનો ચકાસણી માટે અટકાવ્યા હતા. જેના બિલ રજૂ થયા નહોતા. તેથી તપાસ કરતા સમગ્ર પેઢીનું સંચાલન અમદાવાદથી થતું હોવાનું ધ્યાને આવ્યું હતું પ્રાથમિક ચકાસણીમાં મે.નાકોડા એન્ડ કંપનીએ રૂ.૧૫.૩૧ કરોડની ટેક્સચોરી કરી હોવાનું ખુલ્યું હતું. વધુ તપાસ માટે અનંત જિનેશકુમાર શાહની ધરપકડ કરાઈ હતી.
Recent Comments