ઓડિશા ટ્રેન દુર્ઘટના મુદ્દે સીબીઆઇએ સિગ્નલ જેઈનું ઘર સીલ કર્યું
ઓડિશાના બાલાસોર ટ્રેન અકસ્માતની ઝ્રમ્ૈં તપાસમાં નવો વળાંક આવ્યો છે. સીબીઆઈએ બાલાસોર સિગ્નલ જેઈ (આમીર ખાન)નું ઘર સીલ કરી દીધું છે. તપાસ ટીમે થોડા દિવસ પહેલા સિગ્નલ જાેઈને અકસ્માત અંગે પૂછપરછ કરી હતી. ત્યારથી સિગ્નલ ત્નઈ તેના પરિવાર સાથે ગુમ છે. ૨ જૂને થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૯૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો હજુ પણ સારવાર હેઠળ છે. સીબીઆઈ વતી ટ્રેન દુર્ઘટનાની તપાસ ૬ જૂને શરૂ થઈ હતી. અગાઉ આ મામલે સીબીઆઈ કેસ નોંધવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડની શક્યતા વ્યક્ત કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે કોઈ પ્રકારની ચેડા થઈ શકે છે. બાલાસોરમાં હાઈ-સ્પીડ કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી જઈ રહી હતી અને લૂપ લાઈનમાં ઊભેલી માલગાડી સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો. તે જ સમયે, તેના કેટલાક કોચ બાજુના ટ્રેક પરથી પસાર થતી અન્ય પેસેન્જર ટ્રેન સાથે પણ અથડાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કોચના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કોરોમંડલ ટ્રેનનું એન્જિન ગુડ્સ ટ્રેનના વેગન પર ચઢી ગયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૨૯૨ મુસાફરોના મોત થયા છે. આ અકસ્માતમાં ૧૨૦૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. જેમાં ૧૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ રેલવે મંત્રી સિવાય વડાપ્રધાન મોદી પોતે પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા બાલાસોર ગયા હતા. રેલ્વે મંત્રી ત્રણ દિવસ સુધી ઘટનાસ્થળે હાજર રહ્યા અને ૫૧ કલાકમાં રેલ્વે લાઇન ફરી ચાલુ કરી દેવામાં આવી હતી. અકસ્માતને લઈને વિપક્ષ તરફથી પણ અનેક પ્રકારના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વિપક્ષે કહ્યું કે જ્યારે ભારતમાં ‘સુરક્ષા કવચ’ છે તો તેને ટ્રેનમાં કેમ લગાવવામાં આવ્યું નથી? જાે કે, જવાબમાં, રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સુરક્ષા કવચના અભાવને કારણે થયો નથી, પરંતુ અન્ય કોઈ કારણોસર થયો હતો. આ સિવાય વિપક્ષે રેલવે દ્વારા મુસાફરોને આપવામાં આવતી સુરક્ષાના મુદ્દે પણ નિશાન સાધ્યું હતું.
Recent Comments