fbpx
ગુજરાત

ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓની આંખોના નંબર વધ્યા

કોરોના મહામારી દરમિયાન ઓફલાઈન શિક્ષણ બંધ થતાં પ્રાથમિક શાળાના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. મોટાભાગના બાળકોએ ટેલિવિઝન અને સ્માર્ટ ફોનના માધ્યમથી શિક્ષણ મેળવ્યું હતું. સ્માર્ટ ફોન, ટેલિવિઝન અને લેપટોપ જેવા ડિજિટલ ડિવાઈસ સાથે બાળકોનો આઈ કોન્ટેક્ટ વધવાના કારણે બાળકોની આંખ ઉપર અસરો થઈ હતી. તેથી જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમપ્રકાશે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની આંખોની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવાનો નવતર પ્રયોગ અમલી બનાવ્યો હતો.

તાલીમ પામેલા ૯૮૬ શાળાના શિક્ષકોએ ૧,૮૮,૦૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૧,૮૬,૬૯૬ આંખોની ચકાસણી કરતાં ૧૧૯૬૧ની આંખોમાં જાેવાની સમસ્યા જણાઈ હતી. ત્યાર બાદ આરબીએસકેના ડોક્ટરોએ ૧૧૯૬૧ વિદ્યાર્થીઓની આંખોનું નિદાન કરી ૭૪૬૭ બાળકો અલગ તારવ્યા, બાદમાં આંખોના નિષ્ણાંતોએ ચકાસણી કરતાં ૨૨૧૭ બાળકો આંખોની નબળાઈ ધરાવતા માલુમ પડ્યા હતા. બીજા તબક્કાના સર્વેમાં આવા બાળકોની સંખ્યા બમણી થવાની શક્યતા ડીડીઓએ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯-૨૦ માં જિલ્લામાં દ્રષ્ટિની ખામીવાળા ૧૮૧૪ બાળકો જણાતાં ચશ્મા અપાયા હતા. ટીવી અથવા મોબાઈલ સ્ક્રીન સામે વધારે જાેવાથી બાળકોની પાંપણ પટપટાવાનું (બ્લિન્કિંગ) ઓછું થાય છે. તેના કારણે કીકી ઉપર આંસુનું લેયર (પડ) જળવાઈ ના રહેતાં આંખો ડ્રાય થાય છે. તેથી આંખોમાં બળતરા થવી, ખૂંચવું, પાણી નીકળવું, આંખોમાં અને માથુ દુઃખવાની ફરિયાદો વધી છે. જે બાળકને આંખમાં નંબર પણ ના હોય તેવા બાળકને માથુ દુઃખતાં આંખો બતાવવા આવવાના કિસ્સા વધ્યા છે.

જે બાળકને નંબર હોય અને સરખી રીતે ચશ્મા પહેરે નહીં તેવા બાળકને આંખમાં તેમજ માથુ દુઃખવાની આડઅસર થવાની ફરિયાદો પણ વધી છે. આવા કેસમાં લાંબા ગાળે કીકી ઉપર પારદર્શકતા ઓછી થઈ શકે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ૬ થી ૧૪ વર્ષના બાળકોની આંખોની ઓપીડીમાં ૩૦ ટકાનો વધારો થયો છે. તાલીમબધ્ધ થયેલા શિક્ષકોએ શાળા કક્ષાએ આંખ ચકાસણી કરીને ૩ દિવસમાં સર્વે પૂર્ણ કર્યો હતો. ઓનલાઈન શિક્ષણ મેળવતા મારા ભાણેજની આંખમાં જાેવાની અસર જણાતાં નિષ્ણાંત તબીબ પાસે નિદાન કરાવ્યું હતું. જેમાં ડિજિટલ ડિવાઈસના કારણે આંખમાં અસર જણાઈ હતી. તેથી મેં તમામ પ્રાથમિક શાળાના બાળકોની આંખોની ચકાસણી કરવાનો ર્નિણય કર્યો હતો. બાળકોમાં આંખોની નબળાઈ અંગે સર્વે કરાવનાર મહેસાણા જિલ્લો રાજ્યમાં પ્રથમ જિલ્લો છે.

Follow Me:

Related Posts