ગુજરાત

ઓલપાડના કોબા ગામે ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયુંનોકરી જતા સમયે બની ઘટનાં, યુવાનને ૯ ટાંકા આવ્યાં

ઉત્તરાયણના પર્વને હજુ ઘણા દિવસો બાકી છે, પરંતુ તે પહેલા જ પતંગની દોરીની રામાયણ શરૂ થઈ ગઈ છે. અત્યારથી જ આકાશમાં પતંગો ઉડતા લોકોના ગળા કપાવા લાગ્યા છે. સુરત શહેરના ઓલપાડના કોબા ગામે યુવાન બાઇક પર પત્ની સાથે પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી ગળામાં લપટાઈ જતા ગળું કપાઈ જવાની ઘટના બની છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના ઓલપાડના કોબા ગામે દોરીથી યુવકનું ગળું કપાયું છે. નોકરી જતા સમયે યુવક પર પતંગની દોરી પડી હતી અને નીતિન પટેલ નામના યુવકનું ગળું કપાયું છે. ગળું કપાઈ જતાં નીતિન પટેલને ૯ ટાંકા આવ્યા છે. જાેકે સદ્દનસીબે તેઓ બચી ગયો છે. ઉત્તરાયણના એક મહિના પહેલાં જ ઘાતક દોરાનો કહેર શરૂ થઈ ચૂક્યો છે.

Related Posts