ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સૌરાષ્ટ્ર યુથ વિંગ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રોજેક્ટ “રોશની” લોન્ચ કરવામાં આવ્યો
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા ઓલ ઇન્ડિયા માં યુથ વિંગ ને વધુ વેગતું બનાવામાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખહાજી ઇકબાલભાઇ ઓફિસરે યુથ ખુબ મહત્વ આપી ને ઇન્ડિયા માં બધી જગ્યા પર યુવાનો એક નવી રાહ આપી છે ત્યારે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ ચેરમેન ઇમરાન ફ્રુટવાલા ના માર્ગદર્શન થી સૌરાષ્ટ્ર યુથ વિંગ ખુબ સારું કામ કરે છે અને સૌરાષ્ટ્ર ના યુથ કન્વીનર યાસીન ડેડા ની મહેનત ને રંગ લાવવા સૌરાષ્ટ્ર યુથ વિંગ હંમેશા તત્પર હોઈ છે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ની યુથ વિંગ કોઈ પણ જાત ના નાત – જાત ને પર રહીયે ને કાર્ય કરે છે હાલ માં અમરેલી ખાતે મળેલ યુથ સંમેલન માં સમગ્ર સૌરાષ્ટ્ર ની જનતા ને લાભ મળે તે હેતુ થી પોજેક્ટ “રોશનની” લોન્ચ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ અંતર્ગત ફ્રી માં આંખ ની તપાસ અને ફ્રી માં મોતિયા ના ઓપરેશન રણછોડ દાસ આશ્રમ ના સહયોગ થી કરી આપવામાં આવશે
આ પ્રોજેક્ટ લોન્ચિંગ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખ હાજી ઇકબાલભાઇ ઓફિસરે ના હાથે કરવામાં આવ્યું અને તેમની સાથે સૌરાષ્ટ્ર ઝોન યુથ કન્વીનર યાસીન ડેડા,સૌરાષ્ટ્ર ઝોન યુથ કો-ઓડિનેટર અજીમ લાખાણી,સોરાષ્ટ્ર ઝોન યુથ સેક્રેટરી આદિલ દોલા,સૌરાષ્ટ્ર ઝોન ઉપ પ્રમુખ યુનુસ ભાઈ દેરડીવાલા,ફારૂકભાઈ સૂર્યા,અમરેલી મેમણ જમાત અગ્રણી રાજુભાઈ મિલન,અમરેલી યુથ વિંગ ઇન્ચાર્જ સરફરાઝ નગરિયા,સાવરકુંડલા થી વસીમ ધાનાણી,રાજકોટ યુથ વિંગ ઇન્ચાર્જ નદીમ મેમણ,ભાવનગર યુથ વિંગ ઇન્ચાર્જ અલ્તાફ બોરડીવાલા વગેરે હાજર રહિયા હતા તેમ અમેરલી યુથ સેક્રેટરી અસ્ફાક ધાનાણી ની અખબાર યાદી માં જણાવેલ હતું.
Recent Comments