રાષ્ટ્રીય

ઓવૈસીની પાર્ટીને NOTA કરતા પણ ઓછા મત મળ્યા

ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર મતગણતરી થઈ હતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જાેવા મળ્યો છે. ભાજપને ૧૫૬ બેઠક સાથે રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મળી છે. ૧૫મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનો ૨૦ વર્ષનો અને કોંગ્રેસનો ૩૭ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. રાજ્યમાં ભાજપનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૨૭ બેઠકો હતું, જે તેને ૨૦૦૨ની ચૂંટણીમાં મળી હતી. ભાજપે માત્ર આ આંકડો જ પાર નથી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનો ૧૯૮૫માં ૧૪૯ બેઠકોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ પોતાને મુસ્લિમ શુભેચ્છક ગણાવીને વોટ માંગ્યા હતા પણ ગુજરાતની મુસ્લિમ બહુમતીવાળી જમાલપુર-ખાડિયા બેઠક પર પણ એમને વોટ મળ્યા નહતા.

કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને એ સીટ પરથી જીત મળી છે. જ્યારે છૈંસ્ૈંસ્ના ઉમેદવાર સાબીર કાબલીવાલાને ખાસ્સા વોટ મળ્યા નહતા. જણાવી દઈએ કે સાબીર કાબલીવાલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (છૈંસ્ૈંસ્) ના રાજ્ય અધ્યક્ષ પણ છે. ગુજરાતમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી (છૈંસ્ૈંસ્)ની મુશ્કેલીનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે ર્દ્ગં્‌છને પણ છૈંસ્ૈંસ્ કરતા વધુ વોટ મળ્યા છે. હાલ ગુજરાતની જનતાએ અસદુદ્દીન ઓવૈસીને ફગાવી દીધા છે. ફાઇનલ રિઝલ્ટ મુજબ ભાજપને અત્યાર સુધીની ૧૫૬ બેઠક વાળી ઐતિહાસિક જીત મળી છે, જ્યારે કોંગ્રેસના ખાતે ફક્ત ૧૭ બેઠકો આવી છે. તેની સામે આમ આદમી પાર્ટીને ૫ સીટ મેળવીને સંતોષ માનવો પડ્યો છે.

આ બધાની વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની છૈંસ્ૈંસ્ની હાલત વધુ ખરાબ છે. ગુજરાતમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીનું ખાતું પણ ખૂલ્યું નથી. રિપોર્ટ અનુસાર છૈંસ્ૈંસ્ ને માત્ર ૦.૩૩ ટકા વોટ મળ્યા જે ર્દ્ગં્‌છ કરતા પણ ઓછા છે. જણાવી દઈએ કે છૈંસ્ૈંસ્ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં વ્યાપક પ્રચાર કર્યો હતો અને તેમાં એમને કતલખાનાનો મુદ્દો જાેર જાેરથી ઉઠાવ્યો હતો પણ એ મુદ્દાની જરા પણ અસર દેખાઈ નહીં.

Follow Me:

Related Posts