fbpx
બોલિવૂડ

ઓસ્કર બાદ હવે ગ્રેમી એવોર્ડસનો ભવ્ય સમારંભ

ઓસ્કાર એવોર્ડના એક સપ્તાહ બાદ હવે ટૂંક સમયમાં ગ્રેમી એવોર્ડ્‌સ ૨૦૨૨નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમ મેટ ગાલા ઇવેન્ટ સેલિબ્રિટીઝની ફેશન માટે ફેમસ છે, તેવી જ રીતે ગ્રેમી એવોર્ડને વિશ્વ સંગીત માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગ્રેમીના રેડ કાર્પેટ પર હોલીવુડના તમામ એ-લિસ્ટ સ્ટાર્સ દર્શકોમાં ચર્ચા જગાવતા જાેવા મળે છે. વર્ષ ૧૯૫૯માં ગ્રેમીની રજૂઆત પછી, આ એવોર્ડ શોએ વિશ્વને ઘણી યાદગાર ક્ષણો આપી છે. અમે તમને જણાવી દઈએ કે, ગ્રેમી એવોર્ડ શો હવે પહેલા જેટલો પ્રતિષ્ઠિત ગણાતો નથી. થોડા વર્ષો પહેલાથી આ એવોર્ડ શો પર ઘણા પ્રહારો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આટલું જ નહીં, આ શોની વ્યુઅરશિપ પણ ઘટી રહી છે. તાજેતરમાં, આ શો લોકપ્રિય રેપર કાન્યે વેસ્ટ પરના પ્રતિબંધને કારણે ચર્ચામાં આવ્યો હતો. આજે ૨૦૨૨માં થઈ રહેલા ગ્રેમીના અપડેટ્‌સ પર એક નજર કરીએ. ગ્રેમી એવોર્ડ્‌સ ૨૦૨૨ ગત તા. ૩૧ જાન્યુઆરીએ યોજાવાની હતી. પરંતુ કોવિડ-૧૯ના વધતા જતા કેસોને કારણે હવે આ શો આગામી તા. ૦૩/૦૪/૨૦૨૨ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. પ્રથમ વખત આ એવોર્ડ શો, જે હંમેશાથી ક્રિપ્ટો ડોટ કોમ એરેના હોમ ખાતે યોજવામાં આવે છે, આ વખતે આ સેરેમની લાસ વેગાસમાં સ્ય્સ્ ગ્રાન્ડ ગાર્ડન એરેના ખાતે યોજાશે. ય્ટ્ઠિદ્બદ્બઅજ ૨૦૨૨ સાંજે ૫ વાગ્યે શરૂ થશે, જે સામાન્ય રીતે સાડા ત્રણ કલાક ચાલે છે. રેડ કાર્પેટ ફંક્શન સામાન્ય રીતે એવોર્ડ ફંક્શનના બે કલાક પહેલા શરૂ થાય છે. અમેરિકન ટીવી એક્ટર ટ્રેવર નોહ ફરી એકવાર ગ્રેમી એવોર્ડ હોસ્ટ કરી રહ્યો છે.

૬૩મા ગ્રેમી એવોર્ડ માટે ટ્રેવરનું હોસ્ટિંગ દરેકને પસંદ આવ્યું હતું અને તેના ખૂબ વખાણ પણ થયા હતા. તેથી જ શોના આયોજકો ગ્રેમીસ ખાતે સ્ટેજ પર પાછા ટ્રેવરનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ગ્રેમીના સંચાનકર્તાઓ કહે છે કે અમે ફરી એકવાર ટ્રેવરને અમારા મંચ પર આવકારવા માટે ભાગ્યશાળી અનુભવીએ છીએ. અમને વિશ્વાસ છે કે તે એક અવિસ્મરણીય સાંજ હશે. આ વર્ષે, ઘણા ગીતકારો, મ્યુઝિક એન્જિનિયર, નિર્માતા અને મ્યુઝિક વીડિયોના કલાકારો પણ નોમિનેટ થયા છે. અમે તમને જણાવી દઈએ કે, જાે તમે ગીતના રેકોર્ડ પર ૩૩ ટકા કે તેથી વધુ સ્કોર કર્યો હોય તો જ તમને ગ્રેમી માટે નામાંકિત કરવામાં આવી શકે છે. આ વર્ષે મુખ્ય શ્રેણી માટે નોમિનેટ થવાના રેકોર્ડની સંખ્યા આઠથી વધીને ૧૦ થઈ ગઈ છે.

શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન માટે નવી શ્રેણીઓ બનાવવામાં આવી છે. જેમાં બિલી આઇલિશ, ઓલિવિયા રોડરીગો જેવા બહુચર્ચિત કલાકારોનું નામ પણ સામેલ છે.તાજેતરમાં સમગ્ર વિશ્વએ ઓસ્કાર એવોર્ડ્‌સની ભવ્ય સેરેમનીનો આનંદ માણ્યો હતો. હવે ગ્રેમી એવોર્ડ્‌સ ૨૦૨૨ની બહુ જલ્દી જાહેરાત થવા જઈ રહી છે. આ વખતે ગ્રેમી એવોર્ડ્‌સ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે જાણીતા કલાકારો જેક હાર્લો સાથે મ્‌જી, બિલી આઈલિશ, ઓલિવિયા રોડ્રિગો, બ્રાન્ડી કાર્લાઈલ, બ્રધર્સ ઓસ્બોર્ન અને લિલ નાસ એક્સનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રેમી એવોર્ડ્‌સ એ સંગીતની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્‌સ સમારોહ માનવામાં આવે છે.

Follow Me:

Related Posts