fbpx
બોલિવૂડ

ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ ‘છેલ્લો શો’ આ તારીખે થિયેટરમાં રિલીઝ થશે

૨૦૨૩ ઓસ્કાર માટે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી મેળવનારી ફિલ્મ ‘છેલ્લો શો’ નું પહેલું ટ્રેલર આવી ગયું છે. પાન નલિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સિનેમા માટે એક બાળકના જૂનૂનની કહાની વર્ણવામાં આવી છે. અત્રે જણાવવાનું કે પાન નલિનની આ ફિલ્મને હાલમાં ૯૫માં એકેડેમી એવોર્ડ્‌સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે પસંદ કરાઈ હતી. ટ્રેલર મુજબ ‘છેલ્લો શો’ એક એવા ૯ વર્ષના ગુજરાતી છોકરીની કહાની છે જેને સિનેમા પ્રત્યે પ્રેમ થઈ જાય છે. સિનેમાઓટોગ્રાફી, લાઈટ, પ્રોડક્શન સિનેમાની કહાનીઓ સંલગ્ન આ ટેક્નિક તેને પ્રભાવિત અને આકર્ષિત કરે છે. આ ટ્રેલરમાં આ અંગે એક ખાસ ડાઈલોગ પણ છે….મારે લાઈટ નીચે અભ્યાસ કરવાનો છે, લાઈટથી કહાની બને છે અને કહાનીથી ફિલ્મ. ફિલ્મનું ટ્રેલર ખુબ મજેદાર છે. એક બાળકના મનમાં સિનેમાની સમજને લઈને ઉઠી રહેલા સવાલો અને તેના જવાબ જાણવાના જૂનૂનને વર્ણવે છે. ફિલ્મ છેલ્લો શોના બહાર પડેલા ટ્રેલરમાં છોકરો પોતાની આ પેશનને પૂરી કરવા માટે મિત્રોની મદદથી પોતાનો ૩૫ મિમીનો પ્રોજેક્ટર બનાવતો પણ દેખાડવામાં આવ્યો છે.

પરંતુ આ બધા માટે તેણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે સ્ટ્રગલને ‘છેલ્લો શો’ની કહાનીમાં વર્ણવમાં આવી છે. આ ઉપરાંત સિંગલ સ્ક્રિન સિનેમાના દોરને ડૂબતો બચાવવામાં લાગેલા આ નાનકડાં છોકરાની જદ્દોજહેમત ફિલ્મની કહાનીનો મહત્વનો ભાગ રહેશે. એફએફઆઈના અધ્યક્ષ ટીપી અગ્રવાલના જણાવ્યાં મુજબ છેલ્લો શોની સામે એસએસ રાજામૌલીની આરઆરઆર, રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા, વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઈલ્સ અને આર માધવનની ફિલ્મ રોકેટ્રી જેવી ૧૩ ફિલ્મો મેદાનમાં હતી. આ અંગે તેમણે પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ૧૭ મમ્બર્સની જ્યૂરીએ સર્વસંમતિથી ‘છેલ્લો શો’ની પસંદગી કરી. હિન્દીમાં ૬ ભાષાઓની કુલ ૧૩ ફિલ્મો હતી.

જેમાં બ્રહ્માસ્ત્ર, ધ કાશ્મીર ફાઈલ્સ, અનેક, ઝૂંડ, બધાઈ દો, અને રોક્ટ્રી તથા તમિલમાં (ઈરાવિન નિજલ), તેલુગુમાં (આરઆરઆર), બંગાળીમાં (અપરાજિતો) અને ગુજરાતીમાં (છેલ્લો શો) તથા સાથે કેટલીક અન્ય ફિલ્મો સામેલ હતી. એક પ્રેસનોટમાં એફએફઆઈએ એમ પણ કહ્યુ કે ‘છેલ્લો શો’ એક એવી ફિલ્મ છે જે દુનિયાભરમાં દરેક ફિલ્મ પ્રેમીના ફિલ્મોની સાથે ઈમોશનલ કનેક્શનને પણ સ્પર્શે છે. આ ફિલ્મ ૧૪ ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પાન નલિનની આ ફિલ્મમાં ભાવિન રબારી, ઋચા મીણા, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રાહુલ કોળી અનેવિકાસ બાટા જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. અત્રે જણાવવાનું કે પાન નલિને આ ફિલ્મને સત્ય ઘટના પર આધારિત ગણાવી છે. તેમણે એમ પણ કહ્યું કે આ ફિલ્મની વાર્તા તેમના ખુદના બાળપણની કહાની છે.

Follow Me:

Related Posts