fbpx
રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયામાં સૈન્ય અભ્યાસ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, ૩ના મોત, ઘણા જવાન ઘાયલ

ઓસ્ટ્રેલિયામાં યુએસ નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં ત્રણનાં મોત થયા છે. ઓસ્ટ્રેલિયામાં નૌકાદળ એક સૈન્ય અભ્યાસ પર હતું ત્યારે ૨૩ કર્મચારીઓને લઈને જતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેમાં ઘણા જવાન ઘાયલ થયા છે. તમામને નજીકની રોયલ ડાર્વિન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે અભ્યાસ દરમિયાન આ અકસ્માત થયો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. અમેરિકી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ ઘટના બની ત્યારે સ્ફ-૨૨મ્ ઓસ્પ્રે હેલિકોપ્ટરમાં ૨૩ નૌસૈનિક સવાર હતા.

આ દુર્ઘટના તિવી ટાપુ પર સ્થાનિક સમય મુજબ સવારે ૯ વાગ્યે થઈ હતી. આ હેલિકોપ્ટરમાં તમામ અમેરિકન હતા. તે ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોની નેવી સાથે કવાયતમાં જાેડાયેલા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા અને ઈસ્ટ તિમોરના લગભગ ૨,૫૦૦ જવાનોએ આ કવાયતમાં ભાગ લીધો હતો. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, પેસિફિકમાં એક મુખ્ય સાથી છે. તાજેતરના વર્ષોમાં વધુને વધુ ચીનની સામે લશ્કરી સહયોગ વધારી રહ્યા છે. ગયા મહિને, એક મોટી દ્વિપક્ષીય કવાયત દરમિયાન ૪ ઓસ્ટ્રેલિયન સૈનિકો માર્યા ગયા હતા જ્યારે તેમનું હેલિકોપ્ટર ક્વીન્સલેન્ડના દરિયાકાંઠે સમુદ્રમાં ક્રેશ થયું હતું. ઓસ્પ્રે એરક્રાફ્ટનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. તે વર્ષોથી અનેક જીવલેણ અકસ્માતોનો ભોગ બની છે.

ગયા વર્ષે નોર્વેમાં એક ઓસ્પ્રે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ૪ મરીન માર્યા ગયા હતા. ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયાના જ ઉત્તરી કિનારે એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં ત્રણ મરીન માર્યા ગયા હતા. ૨૦૦૦ માં, એરિઝોનામાં એક કવાયત દરમિયાન ઓસ્પ્રે ક્રેશ થયું, જેમાં ૧૯ યુએસ મરીન માર્યા ગયા. યુએસ એરફોર્સના જણાવ્યા મુજબ, ઓસ્પ્રે એ ફાસ્ટ-ટિલ્ટિંગ રોટર એરક્રાફ્ટ છે જે હેલિકોપ્ટર અને ટર્બોપ્રોપ એરક્રાફ્ટ બંનેની લાક્ષણિકતાઓ ધરાવે છે. હાઇબ્રિડ એરક્રાફ્ટમાં બે પરસ્પર એન્જીન હોય છે જેમાં પંખા જાેડાયેલા હોય છે. તેનાથી ઊભું ઉતરવું અને ઊડવું સરળ બને છે. તેની સ્પીડ સામાન્ય હેલિકોપ્ટર કરતા ઘણી વધારે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે સૈનિકોના પરિવહન માટે થાય છે.

Follow Me:

Related Posts