કચ્છના રાપરની શાળામાં ધો.૬ની વિદ્યાર્થીને બળજબરી ગિફ્ટ આપતો વિધર્મી
રાપરના સલારી નાકા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા અભ્યાસ અર્થે આવી હતી. તેનો જન્મદિવસ હોવાનું જાણતો હોવાથી અને લાંબા સમયથી સગીરાની પાછળ પડેલો વિધર્મી યુવક શાળામાં ઘૂસી આવ્યો હતો અને બાળજબરીપૂર્વક ‘આઇ લવ યુ’ લખેલી ગિફ્ટ સગીરાના હાથમાં પરાણે પકડાવી હતી. વાત આટલેથી પૂરી થતી ન હોય એતેમ બાળકોની વચ્ચે અને હાજર શિક્ષકની સામે જ સગીરાનો હાથ જબરદસ્તી પકડીને સેલ્ફી લીધી હતી, એની સાથે ચોકલેટ ખવરાવી હતી.
વિધર્મી યુવકના અણછાજતા વર્તનથી એક્દમ ડરી ગયેલી સગીરા હતપ્રભ બનીને પોતાના ઘરે તેની માતાને સઘળી હકીકત કહેતાં માતા-પિતા પણ સ્કૂલે દોડી આવ્યાં હતાં. તેમની ઉગ્ર રજૂઆતને પગલે થોડીકવાર ભારે હંગામો સર્જાયો હતો. જાેકે શિક્ષકોએ પોતાના બચાવ માટે પરિવારને શાંત કર્યો હતો. શાળામાં ઘૂસી આવેલો વિધર્મી યુવાન માથાભારે હોવાથી અને શિક્ષણ સંકુલમાં જ આ પ્રકારની હીન ઘટના ઘટતાં સમગ્ર બનાવ દબાવી દેવાની પેરવી કરાઈ હતી. સંચાલકો દ્વારા કાયદેસર ફરિયાદ કરવાનું તો દૂર રહ્યું, પણ એસએમસીને પણ જાણ કરી ન હતી. આમ, સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસ થયા હતા. જાેકે કેટલાક વાલીઓના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. સગીરાના પિતાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે છોકરો ઘરે આવીને માફી માગી ગયો હતો, એટલે ફરિયાદ નથી કરાઈ. આચાર્ય ગોવિંદ પરમારને પૂછતાં તેમણે ઘટનાને સમર્થન આપતાં કહ્યું હતું કે સગીરાના વાલીઓ આવ્યા હતા તો યુવકના વાલીને પણ આ ઘટનાની જાણ કરાઈ હતી પણ તેમણે આવવાની દરકાર લીધી ન હતી.
ફરિયાદ માટે તો વાલીઓએ આગળ આવવું જાેઈએ એવો બચાવ તેમણે કર્યો હતો. છોકરો વિધર્મી હતો છતાંય શિક્ષકો કેમ ઓળખી ન શક્યા એ વિશે પૂછતાં આચાર્યએ જણાવ્યું હતું કે શિક્ષકને એવું લાગ્યું કે યુવાન સગીરાનો વાલી હશે. એ વિધર્મી હોવાની વાત સગીરા વાલી આવ્યા બાદ ખબર પડી હતી. અહીં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ અને સગાં-સંબંધીઓ ઘણી વખત જન્મદિવસ હોય ત્યારે ચોકલેટો બાળકોને આપતા હોય છે. અમને ક્યાંથી ખબર હોય કે યુવક બીજા ઇરાદે આવ્યો હશે. નાની ભત્રીજી સાથે ફોટા પડાવતો હશે એમ માન્યું હતું. ફોટા પડાવતી વખતે સગીરાએ પણ કોઈ વિરોધ કર્યો નહોતો. નાની ઉંમરની વિદ્યાર્થિની સાથે આટલી મોટી ઉંમરનો યુવક આ પ્રકારનું હીન કૃત્ય કરશે એની તો કોઇને કલ્પના પણ ન હોય. જ્યારે સગીરાના વાલીઓ આવ્યા ત્યારે ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.
Recent Comments