રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના ઉમદા ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-૨૦૨૬થી આંગણવાડી નવીનીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ ઝુંબેશ હેઠળ જિલ્લામાં આવેલ કુલ ૯૬૧ પૈકી ૯૪૧ આંગણવાડીઓમાં આધુનિકરણ અને કાયાપલટ અર્થે કામગીરી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડીઓને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને રંગરોગાન કરીને માળકાકીય સુવિધાઓ વિકસિત કરવાનો છે. ઉપરાંત સફાઈ પ્રવૃત્તિઓ થકી આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરવાનો છે. જિલ્લાના હજારો ભૂલકાઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને ભૌતિક સુવિધા સભર અને અનુકૂળ વાતાવરણ મળી રહેશે તેમ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ શાખા અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

















Recent Comments