fbpx
અમરેલી

કચ્છની મીઠી ખારેકની ખેતી અમરેલી જીલ્લાના ખારાપાટ વિસ્તારમાં કરી લાખોની કમાણી કરતા જીરાના ખેડૂત…

 અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના સિનિયર સીટીઝન ખેડૂત ઘનશ્યામભાઈ ચોડવડીયા ની ખેતીની જમીન જીરા ગામ કે જે ખારોપાટ વિસ્તારમાં આવે છે. અહીંના ખેડૂતો વર્ષમાં માત્ર એકજ વાર વરસાદના આધાર પર ખેતી કરી શકે છે. તથા તળમાં એટલે કે કુવા કે દારમાં પણ અત્યંત ખારાશ વાળું ખારૂ પાણી આવે છે. જેના હિસાબે ખેતીના પાકો લઈ શકાય નહીં ત્યારે આ વિસ્તારનાં ખેડૂતો મોટા ભાગે વર્ષમાં માત્ર એકવાર કપાસની ખેતી કરે છે. અને કપાસમાં પણ વધારે વરસાદ, ઓછો વરસાદ, કપાસના છોડમાં રોગ લાગવો વગેરે બાબતોથી નુકસાન જવા પામે છે. જેના હિસાબે ખેતી કરવી ખૂબજ મુશ્કેલ બની છે. ત્યારે મૂળ સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને સુરત પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા ઘનશ્યામભાઈએ સુરતથી વતનમાં આવ્યા બાદ ખેતીનો કરવાનો વિચાર આવ્યો અને આણંદ કૃષિ યુનિવર્સિટીના ટિબડીયાભાઈ ની સલાહ લઈ કચ્છની બર્ગરી અને ઈઝરાયેલ ખારેકના રોપા લઈ પોતાની અઢી વિધા ખેતીમાં વાવી બાગાયત ખેતીની 100% સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી શરૂ કરવામાં આવી.

              કચ્છ માંથી ખારેક ના રોપા લઈ પોતાના ગામ સાવરકુંડલા તાલુકાના જીરા ગામે તેમની જમીનમાં વાવવામાં આવ્યા. જેના એક રોપાની કિંમત 3200 રૂપિયા છે અને તેમાં રાજ્ય સરકાર બાગાયત વિભાગ દ્વારા 1200 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. ખારેકના રોપા વાવ્યા પછી તેમને ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ ચોથા વર્ષ થીજ ખારેકની લુમોને લુમોનો મબલખ પાક આવવા લાગેલ છે. જેમાં એક રોપામાં શરૂઆતમાં પહેલાજ વર્ષે જીરા ગામના ખેડૂતે 120 થી 150 કિલો જેટલી ખારેકનું ઉત્પાદન મેળવ્યું છે. જેનો ભાવ એક કિલોએ 100 રૂપિયા આવી રહ્યો છે. ખારેકના રોપા ને માત્ર વર્ષમાં એકવાર દેશી ખાતર આપવામાં આવે છે.

          જ્યારે કચ્છની ખારેકના પાકને પાણી પણ ખૂબજ ઓછું પાણી આપવામાં આવે છે. તેથી ઓછા પાણીમાં પણ ખેડૂતો સહેલાઈ થી તેમની ખેતી કરી શકે છે. તથા ચોમાસા દરમિયાન ચાર માસ પાણી પાવાની જરૂર પડતી નથી અને શિયાળા તથા ઉનાળામાં ચાર દિવસે એકવાર પાણી આપવામાં આવે છે જેમાં ખેડૂતો ખારાપાટ વિસ્તારમાં ખારું પાણી તથા અન્ય જમીનોમાં મીઠું અથવા તેના વિસ્તાર પ્રમાણે કોઈપણ પ્રકારનું પાણી આપી શકાય અને ખેતી કરી શકાય છે.

         સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ખેડૂત ઘનશ્યામભાઈ ચોડવડીયા પાસે કુલ ચાલીસ વિધા જમીન છે. જેમાંથી તેમણે શરૂઆતમાં અઢી વિધા જમીનમાં ખારેકની સફળ ખેતી કરી સારી એવી લાખો રૂપિયાની આવક મેળવી હવે અન્ય પડેલી જમીનોમાં પણ તેમના દ્વારા ખારેકની ખેતીમાં વધારો કરી કચ્છની ખારેકના રોપા લાવી વાવેતર કરવામાં આવશે તેમજ તેમના દ્વારા ખારેકની બાગાયત ખેતી કરી રાજ્ય સરકાર દ્વારા બાગાયત વિભાગની સહાયો દ્વારા મીની ટેકટર, દવાના છંટકાવ માટેના મોટા સ્પ્રે, પાક સંરક્ષણ સંગ્રહ માટે આરસીસી સ્લેબ વાળું પાક્કું ગોડાઉન, દવાઓ અને વગેરે ઘણીબધી ખેડૂતો અને બાગાયત ખેતીમાં ઉપયોગી સાધનો અને સહાયો સહેલાઈથી મેળવી છે. 

Follow Me:

Related Posts