ગુજરાત

કડીના મોકાસણ ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનમાંથી ચોરી કરીદુકાનમાંથી ખાંડ, ૧૦ કિલો ગોળ અને એક સિંગતેલનો ડબ્બો ચોરી ગયાં

મહેસાણા જિલ્લામાં તસ્કરોને લઈ સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. વારંવાર ચોરીની ઘટનાઓ લોકોને પરેશાન કરાવી રહી છે અને માલ મિલકતનું નુક્સાન વેઠવું પડી રહ્યું છે. આ દરમિયાન વધુ એક ચોરીની ઘટના કડીમાં સામે આવી છે. જેમાં કડીના મોકાસણ ગામે તસ્કર કરિયાણાની દુકાનમાંથી ચોરી થઈ છે. ચોરીની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં તસ્કર પણ નજર આવી રહ્યો છે. તસ્કર દુકાનમાંથી રોકડ ચોરી કરીને લઈ જવાને બદલે કરિયાણાની દુકાનમાંથી ખાંડ અને ૧૦ કિલો ગોળ અને એક સિંગતેલનો ડબ્બો ચોરી કરી ગયો હતો. આમ તસ્કરે રોકડની ચોરી નહીં કરતા અનેક તર્કવિતર્ક ઘટનાને લઈ સર્જાયા છે.

Follow Me:

Related Posts