fbpx
ગુજરાત

કડીમાં ગણેશ વિસર્જન કરવા ગયો પરિવાર, ઘરમાં આગ લગતા સરસામાન બળીને ખાખ

કડી શહેરમાં આવેલ રોહિતવાસમાં નવરાત્રિ ચોકની બાજુમાં એક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું ન હતું. એકાએક રહેણાંક મકાનમાં આગ ભભૂકતા પાડોશીઓએ કડી નગરપાલિકા ફાયર સ્ટેશને જાણકરી હતી. ત્યાં ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચીને આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. કડી શહેરમાં આવેલ રોહિતવાસમાં ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને શુક્રવારના દિવસે ભગવાન ગણેશજીનું વિસર્જન કરવાનું હોઇ રોહિતવાસના નવરાત્રિ ચોકમાં રહેતા વસંતભાઈ ભીખાભાઈ ચૌહાણ પરિવાર ઘરને લોક મારીને વાસના લોકો ગણેશજીનું વિસર્જન કરવા માટે ગયાં હતાં. ત્યાં તેમના રહેણાંક મકાનમાં એકાએક અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી.

ત્યાં પાડોશીઓએ વસંતભાઈને ફોન કરીને જાણ કરતા વસંતભાઈ પરિવાર સાથે ઘરે દોડી આવ્યાં હતાં. નવરાત્રિ ચોકમાં રહેતા તેમના પાડોશીઓએ ઘરનું લોક તોડી અને કડી નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરી હતી અને ઘટના સ્થળે ફાયર ફાઈટર આવીને આગને કાબુમાં લીધી હતી. જ્યાં વસંતભાઈ ઘરમાં જાેયું તો ઘરનો સરસામાન તેમજ ટીવી ફ્રીઝ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને ફાયર ફાયટરે ભારે જહેમતથી આગને કાબૂમાં લીધી હતી. જ્યાં નવરાત્રિ ચોકમાં રહેણાંક મકાનમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કડી યુજીવીસીએલના અધિકારીઓને પણ જાણ કરાતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Follow Me:

Related Posts