કપડવંજના દહીંયપ ગામમાં નવીન આવાસ યોજનામાં મકાન મંજૂર કરવા કેબિનેટ મંત્રીને અપીલ
કપડવંજ તાલુકાના લઘુમતી મોરચા, ભાજપના પ્રમુખ શાહિદ સૈયદ દ્વારા કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કપડવંજ તાલુકાના દહીંયપ ગામે ઘણા સમયથી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. તેમજ કેટલાક લાભાર્થી તેના ક્રાઇટ એરિયામાં આવતા હોવા છતાં પણ તેમને લાભ મળેલ નથી. ઉપરાંત દહીંયપ ગામમાં છેલ્લા ઘણા સમયથી લેન્ડ કમિટી પણ બેસી નથી. જેથી ઘણા લાભાર્થીઓને પ્લોટની પણ ફાળવણી થઈ શકી નથી. જેથી કપડવંજ તાલુકામાં લેન્ડ કમિટી બેસાડવામાં આવે તો લાભાર્થીઓને પ્લોટની ફાળવણી થાય.
સમગ્ર રજુઆત બાબતે લઘુમતી મોરચા પ્રમુખ શાહિદ સૈયદે જણાવ્યું હતું કે, દહીંયપ ગામમાં અમુક લોકોને આવાસ યોજનાનો લાભ મેળવવા માટે જમીન નથી. તો આવા લોકોને આવાસ યોજનાનો લાભ મળતો નથી. જાે સરકાર તરફથી કપડવંજ તાલુકામાં લેન્ડ કમીટીને બેસાડીને જે લોકો પાસે જમીન નથી તેમને પ્લોટ આપવામાં આવે તો ઘણા બધા મકાન વિહોણા લોકોને ઘરનું ઘર મળે એમ છે. જેથી તંત્રને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી આ બાબતે યોગ્ય નિરાકરણ લાવે તેવી મકાન વિહોણા લોકો અને સમગ્ર ગ્રામજનોની લાગણી અને માંગણી છે.
Recent Comments