કરણ જાેહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા અપીલ કરી
કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદીને સિનેમાઘરોમાં ૫૦% દર્શક ક્ષમતાનો નિયમ લાગુ કર્યો છે. બીજી તરફ દિલ્હી સરકારે સિનેમાઘરોને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ પણ મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી એક એવી જગ્યા છે જ્યાંથી બોલિવૂડની ફિલ્મો તગડી કમાણી કરે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ મેકર્સને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.જેથી હાલ ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી રહી છે. દિલ્હી સરકારના આ ર્નિણય બાદ થિયેટર એસોસિએશનના લોકો મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરી રહ્યા છે.
ઉપરાંત બોલિવૂડના ઘણા કલાકારો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. એક દિવસ પહેલા વરુણ ધવન અને કૃતિ સેનને મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની દિલ્હી સરકારને આ નવા નિયમ પર પુનર્વિચાર કરવા અને તેને કોરોના પ્રોટોકોલ હેઠળ મંજૂરી આપવાની અપીલને સમર્થન આપ્યું હતું. હવે જાેવાનું એ રહેશે કે સરકાર આ મામલે સંતુલન સાધે છે કે કેમ..?કોરોનાની બીજી લહેર બાદ દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. જેને કારણે કોરોના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. તેની અસર સિનેમાઘરો પર પણ પડી છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સિનેમાઘરો બંધ કરવાની જાહેરાત કરી છે. જે બાદ ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. ફિલ્મ નિર્માતા કરણ જાેહરે સોશિયલ મીડિયા પર દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ ફિલ્મ થિયેટર ખોલવાની અપીલ કરી છે. કરણ જાેહરે ટિ્વટ કરીને દિલ્હી સરકારને સિનેમા હોલ ખોલવાની અપીલ કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, અમે દિલ્હી સરકારને અપીલ કરીએ છીએ કે સિનેમા હોલ ખોલવામાં આવે. સિનેમા હોલની બહાર કોરોના પ્રોટોકોલ જાળવવા માટે વધુ સારી વ્યવસ્થા છે. તેણે આ ટ્વીટમાં દિલ્હી સરકાર અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેગ કર્યા છે.
Recent Comments