કર્મા રિસોર્ટને મેમ્બરશિપની રકમ ૭ ટકા વ્યાજે ચૂકવી દેવા કોર્ટે હુકમ કર્યો
ગુજરાતમાં ટેલિ માર્કેટિંગ થકી મોંઘીદાટ હોટલમાં વિવિધ ઈવેન્ટ યોજીને નાગરિકોને લોભામણી ઓફરો કરવામાં આવતી રહે છે. આવી જ રીતે અમદાવાદનાં સેટેલાઈટ ખાતે ઓફિસ ધરાવતી કર્મા રિસોર્ટ એન્ડ હોસ્પિટાલીટી નામની કંપનીએ તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ સેકટર – ૧૧ માં આવેલી ફોર્ચ્યૂન ઈન હવેલી હોટલમાં ઈવેન્ટ યોજી હતી. જેમાં સેકટર – ૭/બી માં રહેતી મહેલા લેઉવા ગયા હતા.
એ વખતે રિસોર્ટનાં જવાબદાર પ્રતિનિધિ વિવેકભાઈ અને અબ્દુલ પઠાણ દ્વારા રિસોર્ટની મેમ્બરશિપ માટે ઓફરો સાથે કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. જે લોભામણી ઓફરમાં આવીને મહિલાએ ૪૬ હજારમાં મેમ્બરશિપ લીધી લીધી હતી. જાેકે, ભીડ વધી જવાથી કોરોના ગાઈડ લાઈનનું કારણ દર્શાવીને પ્રતિનિધિઓએ મહિલાની કોરા ફોર્મમાં સહીઓ લઈને ચાર પાંચ દિવસમાં કન્ફરમેશન કોલ આવશે તેમ જણાવ્યું હતું. ઈવેન્ટ સમયે જે ઓફરો અને કમિટમેન્ટ કંપની તરફથી આપવામાં આવેલ તે મળશે નહીં.
આથી પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ પડતાં મહિલાએ મેમ્બરશિપ કેન્સલ કરીને પૈસા પરત માંગ્યા હતા. પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં કંપનીએ પૈસા રિફંડ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં મહિલાએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં ચાલી જતાં મહિલાએ રજૂ કરેલા પુરાવા સાચા હોવાનું ધ્યાને આવતાં કોર્ટે કર્મા રિસોર્ટને ૭ ટકા વ્યાજ સાથે મેમ્બરશિપની રકમ પરત કરવા તેમજ ફરિયાદીએ ભોગવેલ માનસિક ત્રાસ પેટે પણ ૫ હજાર ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે.
અમદાવાદની કર્મા રિસોર્ટ અને હોસ્પિટાલીટી દ્વારા ટેલિ માર્કેટિંગ થકી ગાંધીનગરના સેક્ટર – ૧૧ માં આવેલી ફોર્ચ્યૂન ઈન હવેલી હોટલમાં ઈવેન્ટ યોજી લોભામણી ઓફરો આપતાં ગાંધીનગરની મહિલાએ ૪૬ હજારમાં મેમ્બરશિપ લીધી હતી. એ સમયે ઈવેન્ટ સંચાલકોએ કોરોના ગાઈડ લાઈનનું કારણ દર્શાવીને કોરા ફોર્મમાં મહિલાની સહીઓ લઈ લીધી હતી. જાેકે, રિસોર્ટ તરફથી કરવામાં આવેલા કન્ફમેશન કોલમાં ઈવેન્ટ સમયે આપવામાં આવેલી ઓફરો સામેલ નહીં હોવાનું કહી પૈસા પરત કરવાનો ઈન્કાર કરી દેવાયો હતો. જે કેસ ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં ચાલી જતાં કોર્ટે રિસોર્ટનાં સંચાલકોને ૭ ટકા વ્યાજે રકમ ચૂકવી દેવાનો હુકમ કર્યો છે.
Recent Comments