આગામી તા.૨૬મી ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે. કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ બેઠકમાં પદાધિકારી અને અધિકારીશ્રીઓ તથા કમર્ચારીઓ ઉપસ્થિત રહેશે. નાગરિક અધિકારપત્રને લગતી બાકી અરજીઓ, સાંસદ-ધારાસભ્યશ્રીઓના પ્રશ્નો, સરકારી કર્મચારીઓના પેન્શન કેસ સંબંધિત પ્રશ્નો, સરકારી લેણાની વસૂલાત, કચેરીઓના આંતરિક પ્રશ્નો અને સંકલન, પ્રધાનમંત્રી કાર્યાલય, પોર્ટલ પર આવતી અરજીઓ, અવેઇટ કેસના નિકાલ, મુખ્યમંત્રીશ્રીના ઓનલાઇન ફરિયાદ કાર્યક્રમ સહિતની વિગતોની ચર્ચા કરવામાં આવશે.
કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને તા.૨૬મી ઓગસ્ટે અમરેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે

Recent Comments