ગુજરાત

કલોલમાં પૈસાની લેતી દેતીમાં કાકા-ભત્રીજા પર ચપ્પુ વડે હુમલો

કલોલ શહેર પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારની પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી હોવા છતાં પોલીસ ધ્વારા નક્કર પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. કલોલના સિંદબાદ હોટલ પાસેના બ્રિજ નીચે, ટાવર ચોક માં વિદેશી દારૃ તેમજ એન. કે ચોક વિસ્તારમાં જુગારની પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી હોવા છતાં છૂટા છવાયા કેસો કરીને પોલીસે સંતોષ માની લીધો છે. દારૃ જુગારની પૂર બહાર ચાલતી પ્રવૃતિઓ વચ્ચે ગઈકાલે ખૂની ખેલ ખેલીને વ્યાજખોર શખ્સે કાકા ભત્રીજાની પાછળ દોડીને ચપ્પાના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કરી કાયદો વ્યવસ્થાની પોલ ખોલી નાંખી છે કલોલનાં દંતાણી વાસમાં રહી શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવતા નવઘણ સોમાભાઈ દંતાણી તેના ભત્રીજા સંજય દંતાણી સાથે ઘરેથી નીકળી સત્યનારાયણ મંદિરે ગયા હતા.

પરંતુ અહીં જમવાનું નહીં બન્ને ઘરે પરત ફર્યા હતા. કાકો ભત્રીજાે કલોલના બારોટ વાસમાંથી પસાર થતા હતા. ત્યારે એક્ટિવા ઉપર વ્યાજખોર દેવલ બારોટ બેઠો હતો. જેણે કુટુંબી જમાઈ ને ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હોવાથી નવઘણએ વ્યાજ ઊંચુ હોવાની વાત કરી હતી. આ સાંભળીને દેવલ આવેશમાં આવી ગયો હતો અને એક્ટિવામાંથી ધારદાર ચપ્પુ લઈને દોડયો હતો. જેથી ગભરાઈ ગયેલ કાકો ભત્રીજાે જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. એવામાં દેવલ એકદમ નજીક દોડીને આવી ગયો હતો. અને દોડી રહેલા નવઘણ ને પાછળથી થાપાના ભાગે ત્રણ ચાર ઘા ઝીંકી દીધા હતા. જેનાં કારણે નવઘણ જમીન ઉપર પડી ગયો હતો. તેમ છતાં દેવલ બારોટે તેના બરડાના ભાગે ચપ્પાનો ઘા કર્યો હતો. આ દ્રશ્ય જાેઈને ભત્રીજાે સંજય તેના કુટુંબી કાકાને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેને પણ દેવલે જમીન ઉપર પાડી દઈને પેટના અને છાતીના ભાગે ચપ્પાનાં ઘા ઝીંકી દીધા હતા.

બાદમાં કાકો ભત્રીજાે જીવ બચાવવા માટે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં દોટ લગાવી હતી. ત્યારે આટલે થી નહીં અટકેલ દેવલ પાછો ચપ્પુ હાથમાં લઈને દોડયો હતી. એટલામાં ત્યાંથી પસાર થતા બે ચાર રાહદારીઓને જાેઈને દેવલ ભાગી ગયો હતો. બાદમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને ૧૦૮ મારફતે કલોલ સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી ગાંધીનગર સિવિલમાં ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના તબીબે નવઘણની સારવાર શરૂ કરી તેના ભત્રીજાની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં મોકલી આપ્યો હતો. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.કલોલ શહેરમાં બારોટ વાસમાંથી પસાર થતા કાકા – ભત્રીજાને પૈસાની બાબતે વ્યાજખોર શખ્સે ધારદાર ચપ્પુ લઈને ફિલ્મી ઢબે પીછો કરીને આડેધડ ચપ્પાના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા ભત્રીજાને પેટ અને છાતીના ભાગે ચપ્પાના ઘા વાગતા તેને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts