કસ્તુરુબા સ્ત્રી વિકાસ ગૃહમાં સ્વૈચ્છિક સંસ્થા ઓનું સંમેલન શિશુવિહાર ના ડો નાનક ભટ્ટ નું વિશિષ્ટ સન્માન કરાયું
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે શિશુવિહારમાં સન્માનિત રાજ્યની ૭૫ સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી જામનગર-દ્વારકા જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓનું સંમેલન શ્રી કસ્તુરુબા સ્ત્રી વિકાસ ગૃહમાં યોજાઈ ગયું. રર ફેબ્રુઆરીએ જામનગરમાં યોજાયેલ સંમેલનમાં ગુજરાત સેવા સેતુના સંવાહક તરીકે ડૉ. નાનકભાઈ ભટ્ટ તેમજ શ્રી નિર્મોહીબહેન નાનકભાઈ ભટ્ટનું અભિવાદન યોજાયું હતું. પ્રવર્તમાન સમયે સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલ ચેરિટિ એક્ટ, ઈન્કમટેક્ષ એક્ટ તથા અકાઉન્ટ તથા અકાઉન્ટ અંગેના વહીવટી નિયમોની ગંભીરતાથી સાથી સંસ્થાઓ વાકેક રહે તે દિશાના પ્રયત્નમાં યોજાયેલ ત્રીજા સંમેલનનું માર્ગદર્શન વિકાસગૃહના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગરે કર્યુ હતું.
Recent Comments