fbpx
ભાવનગર

કાકીડીમાં રામકથા ૧૦૮ વૃક્ષોનું રોપણ શ્રી મોરારિબાપુ જાહેરાત

મહુવા પાસે કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે. ગામમાં ૧૦૮ વૃક્ષોનું રોપણ કરવાં શ્રી મોરારિબાપુએ જાહેરાત કરી છે.શ્રી મોરારિબાપુ દ્વારા રામકથા એ માત્ર એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવા માટે નહિ પણ સંસ્કૃતિ અને પ્રકૃતિ માટે સામાજિક ઘટના બનવી જોઈએ તેવો હંમેશા આગ્રહ અને પોતાનાથી પ્રારંભ થાય તેનાં હિમાયતી રહ્યાં છે.મહુવા પાસે કાકીડીમાં ચાલી રહેલ રામકથાથી શ્રોતાઓનું મન તેમજ વૃક્ષો વાવવાથી ગામનું પાદર પણ હરિયાળું બનશે. આ ગામમાં ૧૦૮ વૃક્ષોનું રોપણ કરવાં શ્રી મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી જાહેરાત કરી છે. તેઓએ આ જાહેરાત સાથે રાજકોટમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે યોજાનાર રામકથાનાં ઉલ્લેખ સાથે આ સંસ્થા દ્વારા થતી વૃક્ષોની વ્યાપક પ્રવૃત્તિની પ્રશંસા કરી. શ્રી મોરારિબાપુએ જળસંગ્રહ તેમજ વૃક્ષારોપણ માટે ભાર મૂક્યો અને પંચતત્વોની જાળવણી સાથે સુંદર ધરતીનો ભાવ જણાવ્યો. ઉલ્લેખનીય છે કે, શ્રી મોરારિબાપુ દ્વારા જળસંગ્રહ, વૃક્ષારોપણ સાથે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અનુરોધ સાથે જ સહયોગ પણ રહ્યો છે, જે અન્ય વકતાઓ માટે પણ પ્રેરણારૂપ છે. કાકીડીમાં રામકથાની સ્મૃતિરૂપ ૧૦૮ વૃક્ષો માટે શ્રી ચીમનભાઈ વાઘેલાનાં સંકલન સાથે આ અભિયાનની જવાબદારી શ્રી મોરારિબાપુ દ્વારા સોંપવામાં આવી છે.

Follow Me:

Related Posts