કાઠી ક્ષત્રિય સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની આકસ્મિક વિદાય આઘાતજંનક કોંગી અગ્રણી ટીકુભાઈ વરૂએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી
રાજુલા – જાફરાબાદના પુર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂનું નિધન થતાં સમગ્ર બાબરીયાવાડ અને કાઠી ક્ષત્રિય સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે . તેમ કોંગ્રી અગ્રણી ટીકુભાઇ વરૂએ શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું છે . શ્રધ્ધાંજલી અર્પણ કરતાં વધુમાં જણાવેલ છે કે પ્રતાપભાઈ વરૂ મારા માટે માર્ગદર્શક હતા . તેઓના માર્ગદર્શન તળે જ રાજૈકીય કારકિર્દી શરૂ કરી હતી અને જયારે પણ કોઈ માર્ગદર્શનની જરૂર હોય ત્યારે તેઓનો દરવાજો હંમેશા મારા અને અન્ય તમામ માટે ખુલ્લો રહેતો હતો . તેઓ જાહેર જીવનમાં છેલ્લા 40 વર્ષથી સક્રિય હતા અને કાઠી ક્ષત્રિય સમાજ , તુલસીશ્યામ મંદિર અને બાબરીયાવાડના વિકાસ માટે છેલ્લા શ્વાસ સુધી સક્રિય હતા . તેઓના આકસ્મિક નિધનથી કાઠી ક્ષત્રિય સમાજ અને બાબરીયાવાડ તેમજ વ્યકિતગત ધોરણે મને પણ ન પરી શકાય તેવી ખોટ પડી છે . ભગવાન શ્યામ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના અંતમાં તેઓએ કરી છે .
Recent Comments