fbpx
રાષ્ટ્રીય

કાબુલને બરબાદીથી બચાવવા માટે દેશ છોડ્યો હતો : પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ આ મહિનાની શરૂઆતમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અશરફ ગનીની અચાનક વિદાયથી સરકારી વાટાઘાટોકારો માટે તાલિબાન સાથે વાતચીત કરવાની તકો બરબાદ થઈ ગઈ છે. જાે કે, બ્રિટિશ જનરલ સર નિક કાર્ટર સાથેની એક મુલાકાતમાં અશરફ ગનીએ કહ્યું હતું કે તેઓ કાબુલને બરબાદીથી બચાવવા માટે દેશ છોડી ગયા હતા. તેમણે દાવો કર્યો હતો કે બે હરીફ તાલિબાન જૂથો શહેરમાં પ્રવેશવા માટે તૈયાર છે અને તેઓ સત્તા પર નિયંત્રણ મેળવવા માટે ભીષણ યુદ્ધ લડવાનો ઇરાદો ધરાવે છે. માત્ર બે દિવસ પહેલા ભૂતપૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીનો વિશ્વભરના સ્વતંત્ર મીડિયા આઉટલેટ્‌સ માટે બિન-નફાકારક તપાસ સમાચાર રિપોર્ટિંગ પ્લેટફોર્મ, ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ર્ંઝ્રઇઁ) દ્વારા વર્ષના વિશ્વના સૌથી ભ્રષ્ટ નેતાઓ પૈકી એક નેતા તરીકે સમાવેશ થયો છે.

તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યો ત્યારે જ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ચાલ્યા ગયા હતા. આ આ બાદ હવે તેને દેશ છોડવાનું કારણ જણાવ્યું છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું છે કે તાલિબાન ખૂબ જ નજીક આવતાં તેમની પાસે અચાનક કાબુલ છોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ સાથે જ તેમણે શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણ પર સમજૂતીની વાતને નકારી કાઢી હતી. અશરફ ગનીએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે એક સલાહકારે તેમને રાજધાની કાબુલ છોડવી કે નહીં તે નક્કી કરવા માટે માત્ર થોડી મિનિટો આપી હતી. તે જ સમયે તેણે કાબુલ છોડતી વખતે તેની સાથે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા લેવાના આરોપોને પણ નકારી કાઢ્યા. ૧૫ ઓગસ્ટના રોજ અશરફ ગનીના અફઘાનિસ્તાનમાંથી અચાનક અને ગુપ્ત રીતે ચાલ્યા જતા અરાજક સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે અમેરિકા અને નાટો દળો અફઘાનિસ્તાનમાંથી પાછા જવાના અંતિમ તબક્કામાં હતા. પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તે દિવસે સવારે પણ મને ખ્યાલ નહોતો કે હું બપોરે જતો રહીશ. જાે કે, અશરફ ગનીના દાવા ભૂતકાળમાં આવેલા અન્ય નેતાઓના નિવેદનોથી વિપરીત છે.

Follow Me:

Related Posts