fbpx
બોલિવૂડ

કાર્તિક આર્યન હંસલ મહેતાની આગામી ફિલ્મમાં કામ કરશે

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ હંસલ મહેતા સાથે હશે. આ એક કમર્શિયલ ફિલ્મ છે. હંસલ મહેતાને કાર્તિક જ ફિલ્મના પાત્ર માટે યોગ્ય લાગ્યો છે.
કાર્તિક હંસલ મહેતાની ફિલ્મમાં ઇન્ડિયન એરફોર્સ ઓફિસરની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મ એક વાસ્તવિક જીવનથી પ્રેરિત થઇને બનાવામાં આવી રહી છે. આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી કે કોઇ જાણકારી પણ હંસલ મહેતા કે પછી કાર્તિક તરફથી આપવામાં આવી નથી.
કાર્તિક આર્યનનો અન્ય એક પ્રોજેક્ટ સાજિદ નડિયાદવાળા સાથેનો છે. સાજિદ નડિયાદવાળા કાર્તિકની ચોકલેટી ઇમેજને ધ્યાનમાં રાખીને એક રોમેન્ટિક સ્ટોરીની શોધમાં હતી. જે હવે તેમને મળી ગઇ હોવાના સંકેત છે.
કરણ જાેહરના કેમ્પમાંથી કાર્તિક આર્યનની હકાલપટ્ટી કરવામાં આવી છે. કાર્તિકને દોસ્તાના ટુમાંથીદૂર કરાયો છે તેમજ કરણ જાેહર હવે આ ફિલ્મ માટે અન્ય અભિનેતાની શોધમાં છે.

Follow Me:

Related Posts