અમરેલી

કાળજી અને રક્ષણની જરુરિયાત ધરાવતા હોય તેવા ૦૭ થી ૧૮ વર્ષની ઉંમર સુધીના બાળકો માટેઅમરેલી સ્થિત બાળ સંભાળ ગૃહ ખાતે પ્રવેશ પ્રક્રિયા શરુ

અમરેલી સ્થિત બાળ સંભાળ ગૃહ સંસ્થા એ ધી જુવેનાઈલ જસ્ટીશ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ-૨૦૧૫ની કલમ-૫૦ હેઠળ રજિસ્ટર થયેલ સરકારી સંસ્થા છે. કાળજી અને રક્ષણની જરુરિયાત ધરાવતા હોય તેવા ૦૭ થી ૧૮ વર્ષની ઉંમર સુધીના છોકરાઓને આશ્રય આપવામાં આવે છે. અનાથ, નિરાધાર અને આશ્રય રહિત કે એક વાલી ધરાવતા હોય, માતા-પિતાની ગંભીર માંદગીના કારણે બાળકોની સંભાળ લેવા કોઈ સક્ષમ ન હોય તેવા માતા પિતાના બાળકો અને કુદરતી કે કૃત્રિમ આપત્તિઓનો ભોગ બનેલ બાળકો, શેરી, સ્લમ વિસ્તાર વગેરેમાં રહેતા બાળકો (માત્ર પુરુષ) ને પ્રવેશ આપવામાં આવશે.

મહત્વનું છે કે, પ્રવેશ આપવામાં આવ્યો હોય તેવા બાળકોને આશ્રય, ખોરાક, આરોગ્ય, શિક્ષણ સહિતની જરુરી સગવડ સરકાર દ્વારા સંસ્થા ખાતે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. બાળ સંભાળ ગૃહમાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોના સર્વાંગી વિકાસ તેમ જ સર્વશ્રેષ્ઠ હિતની કામગીરી અમરેલી જિલ્લા બાળ કલ્યાણ સમિતિની દેખરેખમાં કરવામાં આવે છે. પ્રવેશ માટેનો અંતિમ નિર્ણય અમરેલી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા લેવામાં આવશે તથા અમરેલી જિલ્લાના બાળકોને પ્રવેશ માટે અગ્રીમતા આપવામાં આવશે. પ્રવેશ મેળવવા માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, એ – બ્લોક, બીજો માળ, રુમ નંબર ૨૦૧, ૨૦૨, ૨૦૫ અમરેલી પિન નંબર ૩૬૫૬૦૧ ફોન નં.(૦૨૭૯૨) ૨૨૦૩૦૮,

ઈ-મેઇલ dcpu-gscps-amr@ gujarat.gov.in નો સંપર્ક કરવો. વધુમાં બાળ સંભાળ ગૃહમાં પ્રવેશ મેળવવા માટે ઇન્ચાર્જ અધિક્ષકશ્રી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, અમરેલી ફોન નં. (૦૨૭૯૨) ૨૨૨૧૮૬ ઉપરાંત સરકારી બાળ સંભાળ ગૃહ, મુ.પ્રતાપપરા, નાના આંકડિયા રોડ, પિન નંબર ૩૬૫૬૦૧ જિ.અમરેલીનો સંપર્ક કરવા  અમરેલી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts