કિંગ ખાન પોતાની દીકરીની તસવીરો ખેંચતા ફોટોગ્રાફોરો પર ગિન્નાયો
બૉલીવુડનો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનનો એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની દીકરી સુહાના ખાન સાથે દેખાઇ રહ્યો છે. જાેકે, આ દરમિયાન તે ગુસ્સો થતો પણ દેખાયો છે. ખરેખરમાં, કિંગ ખાન પોતાની દીકરી સુહાના ખાનને એરપોર્ટ પર છોડવા આવ્યો હતો, તે દરમિયાન ફોટોગ્રાફરો તેની તસવીરો ખેંચતા શાહરૂખ ગિન્નાયો હતો અને તસવીરો ન હતી ખેંચવા દીધી. આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે શાહરૂખ ખાને પૈપરાજીને પોતાની દીકરીની તસવીરો ક્લિક ના કરવા દીધો, તો પૈપરાજીએ શાહરૂખ ખાન અને સુહાના ખાનનો એક વીડિયો બનાવી લીધો હતો. જે વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન આગામી ફિલ્મ પઠાણના લૂકમાં દેખાઇ રહ્યો છે.
આ વીડિયોને એક ફોટોગ્રાફરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના પર લોકો ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે, વળી કેટલાક લોકો આ વીડિયોને ખોટો ગણાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન પોતાની નવી કારમાં એરપોર્ટ પર મુકવા ગયો હતો, અને આ કારની પણ સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચા પણ થઇ રહી છે.
Recent Comments