fbpx
બોલિવૂડ

કિમ શર્માએ હવે એકઓફિશિયલ પોસ્ટ દ્વારા પોતાના અને લિએન્ડર પેસના સંબંધ પરઆડકતરો ઇશારો

કિમ શર્માએ કેન્યાના એક બિઝનેસમેન ્‌લી પુંજાની સાથે લગ્ન કર્યા હતા જે છૂટાછેડામાં પરિણમ્યા હતા. આ પછી તે ભારત પાછી આવી ગઇ હતી. યંગ સ્ટાર્હર્ષવર્ધન રાણેને ડેટ કરતી હતી ત્યારે પણ તે ચર્ચામાં હતી. પરંતુ ૨૦૨૦માં તેમનું બ્રેકઅપ થઇ ગયાનું જાણવા મળ્યું હતું. ટેનિસ જગતના દુનિયાભરમાં જાણીતા ખેલાડી લિએન્ડર પેસનું નામ સૌથી પહેલા મહિમા ચોધરી સાથે જાેડાયું હતું પરંતુ પછીથી એવી વાત ફેલાઇ હતી કે પેસએ મહિમા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી બન્ને અલગ થઇ ગયા હતા. કિમ શર્માએ પોતાના સંબંધને લઇને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. છેલ્લા ઘણા સમયથી તે અને લિએન્ડર પેસ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા હતી. હવે અભિનેત્રીએ આ સંબંધને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બન્ને જણા ગોવામાં સાથે વેેકેશન માણી રહ્યા હતા ત્યારથી બન્ને વચ્ચેના પ્રેમની ચર્ચા શરૂ થઇ હતી. આ પછી તેઓ ઘણી વખત જાહેરમાં સાથે જાેવા મળ્યા હતા. જાેકે તેમણે કદી પતાના સંબંધને લીધે થતી વાતો પર કોઇ પ્રતિભાવ આપ્યો નહતો. કિમ શર્માએ હવે એકઓફિશિયલ પોસ્ટ દ્વારા પોતાના અને લિએન્ડર પેસના સંબંધ પરઆડકતરો ઇશારો કરીને પોસ્ટ કર્યું છે. કિમની આ પોસ્ટને લિએન્ડરે પણ શેર કરી છે.

Follow Me:

Related Posts