fbpx
ભાવનગર

કિર્તીદાન ગઢવીએ દીકરીઓ માટે રૂા. ૧૦૦ કરોડની નિધિ એકત્ર કરવાના શુભ સંકલ્પનું સન્માન કરવા ‘ધન્ય છે કિર્તીદાનને’ કાર્યક્રમ યોજયો

આ કાર્યક્રમમાં ખ્યાતનામ લોકગાયક, લોક સંગીતનું અનમોલ ઘરેણું કિર્તીદાન ગઢવીએ સૌ પ્રથમ વખત ફ્યુઝન મેશ અપ અવતારમાં પોતાની નવતર કલાની પ્રસ્તુતિ રજૂ કરી. મહાનુભાવોના હસ્તે ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી પણ સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે ’રઢિયાળી રાત’ અંતર્ગત ભવ્ય લોક ડાયરાની પ્રસ્તુતિ અનેકવિધ કલાકારો તેમની કલાના કામણ પાથરી ભાવનગરની જનતાને પોતાની કલાથી મંત્રમુગ્ધ કર્યા. 


ગુજરાતી સંગીત અને ભજન-ડાયરા-રાસગરબાને વિશ્વ ફલક લઈ જનારા સુપ્રસિદ્ધ લોકલાડીલા કિર્તીદાન ગઢવીએ દીકરીઓના સન્માન માટે, દીકરીઓને અભ્યાસ અને અન્ય રીતે આર્થિક ઉપયોગી બની શકાય તે માટે રૂા. ૧૦૦ કરોડની સખાવત એકત્ર કરવાનો સંકલ્પ લીધેલો છે. આ કાર્ય માટે અમેરિકામાં એક જ ટ્રીપમાં અનેક કાર્યક્રમો કરીને રૂા. ૧૦ કરોડ જેવી માતદાર રકમ અત્યાર સુધીમાં એકત્ર કરી દીધી છે અને હજુ પણ તેઓ તેમનું અભિયાન આગળ ચલાવી રહ્યાં છે ત્યારે ભાવનગરની જનતા વતી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts