fbpx
અમરેલી

કીડીને કોશનો ડામ દેવાનું બંધ કરો : પરેશ ધાનાણી

અમરેલીનાં જેસીંગ પરાનાં ર1 વેપારીઓ વિરૂઘ્‍ધ લેન્‍ડ ગ્રેબિંગ એકટ મુજબફરિયાદ દાખલ થતાં અમરેલીનાં ધારાસભ્‍ય અને વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને ટેલિફોનીક નાના વેપારીઓને ન્‍યાય આપવા રજૂઆત કરતાં મુખ્‍યમંત્રીએ આ પ્રકરણને લઈને સરકાર નિયમાનુસાર યોગ્‍ય નિર્ણય કરશે તેવી ખાત્રી આપી હોવાનું જાણવા મળેલ છે.

જેસીંગપરાનાં ર1 વેપરીઓ ટેકનીકલ કારણોસર કાયદાની ચુંગાલમાં ફસાતાં ભાજપ અગ્રણી ડો. કાનાબાર, જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિતે સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ હવે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ આ પ્રકરણમાં ઝંપલાવીને નાના વેપારીઓનાં હિતમાં નિર્ણય કરવા અને નિર્દોષ વેપારીઓ વિરૂઘ્‍ધ લેન્‍ડ ગ્રેબિંગ એકટ જેવો ભારેખમ કાયદો લાગુ ન કરવા રજૂઆત કરતાં મુખ્‍યમંત્રીએ કાનૂની પાસાઓ જોઈને યોગ્‍ય નિર્ણય કરવાની ખાત્રી આપી હોવાનું જાણવા મળેલ છે.

Follow Me:

Related Posts