કુંકાવાવ તાલુકા પ્રાથમિક શાળાની અવિરત સિદ્ધિ માં વધુ એક પુષ્પગુંચ રૂપ સિદ્ધિ બાળ વૈજ્ઞાનિકની બે કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામી
અમરેલી ખજૂરી પ્રાથમિક શાળાની અવિરતસિદ્ધિઓમાં ફરી એકવાર પુષ્પગુચ્છ ઉમેરાયું છે. ચાલુ વર્ષે યોજાયેલા જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં એકી સાથે ચાર મોડેલો રજૂ કરી સમગ્ર તાલુકા પરીવારનું ગૌરવ વધારેલ. જેમાંથી બે મોડેલો રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. છેલ્લા સતત ચાર વર્ષોથી રાજ્ય કક્ષાએ દર વર્ષે બે કે ત્રણ મોડેલો રજૂ કરી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધારેલ છે ત્યારે સમગ્ર શિક્ષણ જગત શાળા પરિવાર તેમજ બાલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવી રહ્યા છે.પ્લાઝમા રિસર્ચ સેન્ટર જેવી સંશોધન સંસ્થામાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ખુબ જ સરાહનીય સિદ્ધિ હાંસલ કરેલ છે.અત્યાર સુધીમાં ૨૫ મોડેલો જિલ્લા કક્ષાએ ૧૦ મોડેલો રાજ્યકક્ષાએ તેમજ ત્રણ મોડેલો નેશનલ કક્ષાએ રજૂ કરી પોતાનું પ્રતિનિધિત્વ પૂરું પાડેલ છે.
મોટાભાગનાં વાલીઓ સરકારી શાળા કરતા ખાનગી શાળાને વધારે પ્રાધાન્ય આપે છે. કારણ કે એ વાલીઓનું માનવું છે કે સરકારી શાળામાં પૂરતું શિક્ષણ આપવામાં આવતું નથી, તેમજ અન્ય કોઇ એવી પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. જેના પરીણામે બાળક અન્ય ક્ષેત્રમાં રસ નથી દાખવી શકતા. પરંતુ તાજેતરમાં યોજાયેલ જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અમરેલી જિલ્લાનાં કુંકાવાવ તાલુકાનાં ખજુરી પ્રાથમિક શાળાનાં વિધાર્થીઓએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ ત્યાર કરેલા એક-બે નહીં પણ એક સાથે ચાર મોડેલ રજુ કરીને સાબીત કરી દીધું છે, કે જેવાં કાર્યક્રમ ખાનગી શાળામાં કરવામાં આવે છે, એવાં જ કાર્યક્રમ સરકારી શાળામાં પણ થાય છે. એથી વિશેષ ખુશીને વાત તો એ છે કે આ ચાર મોડેલ પૈકીનાં બે મોડેલ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. સતત છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ખજૂરી પ્રાથમિક શાળાનાં વિધાર્થીઓ દ્વારા ત્યાર કરેલા મોડેલ માંથી બે-ત્રણ મોડેલ રાજ્યકક્ષાએ પસંદગી પામતા આવ્યાં છે. આમ સરકારી શાળાનાં શિક્ષકો અને વિધાર્થીએ મળીને સમગ્ર તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
Recent Comments