ગુજરાત

કુકરમુંડાના પરોડમાં યુવકે પ્રેમિકાના ઘરમાં જ ફાંસો ખાતા ચકચાર

કુકરમુંડા તાલુકાના પરોડ ગામના રેહવાસી જીતેન્દ્રભાઈ રાદયા ભાઈ ગાવિતની છોકરી સેજલબેન જીતેન્દ્રભાઈ ગાવિત તેમજ કુકરમુંડા તાલુકાના મોરંબા ગામના ખાલસાપાડા ફળિયાના રહેવાસી શૈલેષભાઈ રતિલાલભાઈ વસાવા બને વચ્ચે પ્રેમ સંબધમાં જાેડાયેલા હોય,જેથી પ્રેમીએ પ્રેમિકાને લગ્ન કરવા કેહતા પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમીને મનમાં માઠું લાગી આવ્યું હતુ.

ત્યારે પ્રેમિકાના ઘરે વાંસના લાકડા સાથે દુપટ્ટો બાંધીને પોતના રીતે ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ હોવા અંગે મરણ જનારના નાના ભાઈ કૈલાશભાઈ રતિલાલભાઈ વસાવા રહે. મોરંબા ગામના ખાલસા પાડા ફળિયુ તા.કુકરમુંડા જી. તાપી નાઓએ નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તાપીના કુકરમુંડા તાલુકામાં આવેલ પરોડ ગામની યુવતી સાથે કુકરમુંડાના મોરંબા ગામના ખાલસાપાડા ફળિયાના ૨૪ વર્ષીય યુવક વચ્ચે પ્રેમ સંબધ હોય, જેથી બને પ્રેમી પંખીડા વચ્ચે ગત રોજ થયેલ વાતમાં પ્રેમીએ પ્રેમિકાને લગન કરવા કેહતા પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમીને માઠું લાગી આવ્યું હતું. જેથી પ્રેમી યુવક પ્રેમિકાના ઘરે વાંસના લાકડા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી.

Related Posts