કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી ગેંગસ્ટર પ્રિન્સ તેવટિયા (૩૦) શુક્રવારે રાજધાનીની તિહાર જેલમાં ગેંગ વોરમાં માર્યા ગયા હતા. તેને છરી વડે ૫-૭ ઘા માર્યા હતા. આ ગેંગ વોર તિહારની જેલ નંબર ૩માં સાંજે ૫ વાગ્યે થઈ હતી. તિહાર જેલની પોલીસ ઘાયલ પ્રિન્સ તેવટિયા સહિત કુલ ૫ કેદીઓ સાથે દિલ્હીની દીન દયાલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેલ પ્રશાસને આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને દિલ્હીના ટોપ ગેંગસ્ટર હાશિમ બાબાના સહયોગી પ્રિન્સ તેવટિયાની જેલમાં રોહિત ચૌધરી ગેંગ સાથેની લડાઈ બાદ હત્યા કરવામાં આવી હતી. પ્રિન્સ વિરુદ્ધ દિલ્હીના વિવિધ પોલીસ સ્ટેશનમાં હત્યા, ખૂની હુમલો, ખંડણી સહિતના કુલ ૧૫ કેસ નોંધાયેલા છે.
મકોકા હેઠળ તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર રોહિત ચૌધરી ગેંગ સાથે તેનો ઝઘડો ચાલતો હતો. તેણે ઉત્તર ભારતના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને હાશિમ બાબા સાથે હાથ મિલાવ્યા હતા. આરોપીએ ૨૦૧૨ અને ૨૦૨૦માં કોર્ટમાં નકલી દસ્તાવેજાે રજૂ કર્યા હતા, જેની હ્લૈંઇ નોંધાયેલી છે. તિહાર જેલમાં ગેંગ વોરના સમાચારથી વહીવટીતંત્ર ગભરાટમાં છે, ત્યારે દિલ્હી પોલીસની એક ટીમ તિહાર જેલમાં પહોંચી છે. આરોપી વિરુદ્ધ હરિનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે ઘાયલ કેદીઓ અખ્તર, વિનય અને બોબીને પોલીસની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. અગાઉ ૯ માર્ચે તિહાર જેલ પ્રશાસને જેલ નંબર ૩ પર દરોડા પાડ્યા હતા અને સર્જિકલ બ્લેડ, દવાઓ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.


















Recent Comments