બોલિવૂડ

કૃતિ સેનને સફેદ સાડી લુક વાયુવેગે વાઈરલ

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને થોડા જ સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. કૃતિ સેનન હાલમાં તેની તાજેતરની ફિલ્મ ગણપત – પાર્ટ વનને લઈ ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ કૃતિએ સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. શેર કરેલી તસવીરોમાં અભિનેત્રી કૃતિ સેનને સફેદ રંગની સાડી પહેરી છે, જેમાં લાલ બોર્ડર અને ફૂલ પ્રિન્ટ છે. અભિનેત્રીએ તેને સેમી સ્લીવ્ઝ બ્લાઉઝ સાથે લુકસ આપ્યા છે. કૃતિની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Related Posts