ખેડૂતોને દિલ્હીની સરહદે ધરણાં પર બેસે ૩૦૦ દિવસ કરતા પણ વધારે સમય થઈ ગયો છે. ખેડૂત નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ૧૦ તબક્કાની વાતચીત પણ થઈ હતી જેનું કોઈ પરિણામ ન આવ્યું. છેલ્લે જાન્યુઆરી મહિનામાં ખેડૂતો અને સરકાર વચ્ચે અંતિમ વખત વાતચીત થઈ હતી.કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર ખાતે ખેડૂતોનું પ્રદર્શન હજું પણ ચાલુ જ છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવેલું છે. ગાઝીપુર બોર્ડર પર દ્ગૐ-૯, દ્ગૐ-૨૪ને ખેડૂતોએ જામ કરી દીધો છે. ખેડૂત સંગઠન સાથે સંકળાયેલા નેતાઓ ત્યાં ભેગા થયા છે. ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર ઉપરાંત શંભુ બોર્ડર પણ જામ કરી દીધી છે.
આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતને કૃષિ મંત્રીના વાતચીત દ્વારા રસ્તો કાઢવાના નિવેદન મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કૃષિ મંત્રી રટ્ટુ છે એમ કહ્યું હતું. ટિકૈતે જણાવ્યું કે, જાે સરકાર કાયદામાં ૧૦ વર્ષે સુધારો કરશે તો આ આંદોલન ૧૦ વર્ષ સુધી ચાલુ રહેશે. અમે પાછા નહીં જઈએ. ટિકૈતના કહેવા પ્રમાણે તમે કોઈકના વિચારને વિચાર વડે જ બદલી શકો છો, બંદૂકની શક્તિ વડે તમે વિચાર ન બદલી શકો. કૃષિ મંત્રી મુદ્દે કહ્યું કે, તે રટ્ટુ છે, જેવી રીતે બાળપણમાં ભણાવવામાં આવ્યું હતું. જે વાંચી લીધું એટલું જ બોલશે, એનાથી વધારે બોલશે જ નહીં. તેઓ કહે છે કે, કાયદો પાછો નહીં લે, સંશોધન અંગે વાત કરવી છે, વાત કરી લો. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતો તરફથી ઉઠાવવામાં આવતા કોઈ પણ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. તોમરે વાતચીતનો રસ્તો અપનાવવા માટે વિનંતી કરી હતી.
Recent Comments