કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, અમરેલી દ્વારા કપાસમાં ‘નવી સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ’ ઉપર ખેડૂત કાર્યક્રમ યોજાયો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી દ્વારા તા. ૦૩/૧૧/૨૦૨૩ ના રોજ લાઠી ખાતે કપાસના પાકમાં ‘સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ’ વિષય એક દિવસનો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. પી. જે. પ્રજાપતિ, વૈજ્ઞાનિક, શ્રી એન. એમ. કાછડીયા અને રાષ્ટ્રીય કપાસ સંશોધન કેન્દ્ર, નાગપુરથી ડો. વિવેક શાહ તથા ડો. આર જયાનારાયણા દ્વારા કેવીકે, અમરેલી દ્વારા ચાલતા કપાસ પ્રોજેક્ટ, કપાસમાં સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં બિયારણની પસંદગી, વાવણીનો સમય, વાવેતરનું અંતર, ખાતર વ્યવસ્થાપન, વૃદ્ધિ નિયંત્રણ, રોગ જીવાત નિયંત્રણ વગેરે ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નીઝુવીડુ સિડ કંપની અને બીસીઆઈ, પ્રોજેક્ટનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો તથા ૧૭૫ જેટલા ખેડૂત ભાઈઓએ આ તાલીમ કાર્યક્રમનો લાભ લીધો હતો અને તાલીમના અંતે ખેડૂત ભાઈઓને કપાસમાં સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ અંગેનું સાહિત્ય આપવામાં આવ્યું હતું. તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલીના વડાશ્રી, ડૉ.પી.જે. પ્રજાપતિએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments